જાનથી મારવાની ધમકી:ચિત્રોડામાં પ્રેમ સંબંધની અદાવતમાં મારામારી, સામસામે 13ની ફરિયાદ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇડરના ચિત્રોડા ગામના અજયકુમાર કૌશિકભાઇ સુતરીયા ઉ.વ.18 ગત તા.14/05/21 ના રોજ સાડા નવેક વાગ્યે મહોલ્લાના નાકા પર બેઠા હતા. ત્યારે નરેશભાઇ દલાભાઇ વણકર બડોલી બાજુથી બાઇક લઇને આવ્યા હતા અને અપશબ્દો બોલ્યા હતા અને તેમની માતાને ફોન પર અપશબ્દો બોલ્યા હોઇ તેમ કરવાની ના પાડતા અજયકુમારની ફેંટ પકડી નીચે પાડી દઇ ટીશર્ટ વગેરે ફાડી માર માર્યો હતો અને તે દિવસે જ રાત્રે આઠેક વાગ્યે વિષ્ણુભાઇ દલાભાઇ વણકરે અજયકુમારના પિતાને બાઇક અથડાવી ગાળો બોલી હતી.

બીજા કિસ્સામાં નરેશકુમાર દલાભાઇ વણકર રાત્રે દસેક વાગ્યે બડોલીથી પરત આવી રહ્યા હતા અને ઘરની ફળીમાં જવાના ઢાળ પાસે પહોંચતા કૌશિકભાઇ પશાભાઇ વણકર, વિનોદભાઇ પશાભાઇ વણકર, અજયકુમાર કૌશિકભાઇ વણકર, જતીનભાઇ વિનોદભાઇ વણકર, સુશાંતકુમાર ચંદ્રકાંતભાઇ વણકર, ચંદ્રકાંતભાઇ મીઠાભાઇ વણકર, પરેશભાઇ રજનીકાંતભાઇ વણકર, નિકુંજભાઇ પરેશભાઇ વણકર, પ્રદીપભાઇ રજનીકાંતભાઇ વણકર તથા અજયભાઇના મામા અને સાજન ભેગા થઇ ગયા હતા અને બાઇક રોકીને નીચે પાડી દઇ આજે તને અને તારા ભાઇને મારી નાખવાના છે કહી અપશબ્દો બોલી માર મારવા લાગ્યા હતા આજુબાજુમાંથી દોડી આવેલ લોકોએ વચ્ચે પડીને નરેશકુમાર વણકરને છોડાવી સારવાર અર્થે ખસેડ્યા હતા તેમણે 11 સામે જૂના પ્રેમસંબંધની વાત આગળ કરી બંને ભાઇઓને જાનથી મારવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...