સામસામી ફરિયાદ:તલોદમાં ઝઘડાની અદાવતમાં મારામારી, 6 શખ્સો વિરુદ્વ સામસામી તલોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ

હિંમતનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

તલોદના નવા ધાધવાસણામાં જૂના ઝઘડાની અદાવતમાં ગામના જ શખ્સો વચ્ચે મારામારી થતા તલોદ પોલીસે 6 શખ્સો વિરૂદ્વ સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર તા.07/06/22 ના રોજ સવારે સવા અગિયારેક વાગ્યાના સુમારે ભરતસિંહ અનવરસિંહ ઝાલા (રહે. નવા ધાધવાસણા તા.તલોદ) તલોદ ટાવર પાસે નિત્યક્રમ મુજબ પોતાની દુકાને બેઠા હતા.

તે દરમિયાન હરેશસિંહ વાધુસિંહ ઝાલા, અરવિંદસિંહ વાધુસિંહ ઝાલા તથા ગોપાલસિંહ કાળુસિંહ ઝાલા (તમામ રહે. નવા ધાધવાસણા તા.તલોદ) આવ્યા હતા અને હરેશસિંહે અગાઉના ઝઘડાની અદાવત રાખી ભરતસિંહની ફેટ પકડી બહાર કાઢી ઝપાઝપી કરી હતી જેથી ભરતસિંહે તેમના ભાઇ સંજયસિંહને ફોન કરી બોલાવતા આવતા અરવિંદસિંહ તથા ગોપાલસિંહે ઝપાઝપી કરી હતી અને હરેશસિંહે હાથમાનો ડંડો સંજયસિંહના ડાબા હાથે માર્યો હતો.​​​​​​​તેમજ અરવિંદસિંહે મોઢાના ભાગે માર માર્યો હતો અને ત્રણેય જણાએ દુકાન પર છુટા પથ્થરો મારી નુકશાન પહોંચાડ્યુ હતું.

વાઘુસિંહ મૂળસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમના દિકરા હરેશસિંહને ભરતસિંહ અનવરસિંહ ઝાલા છેલ્લા બે ત્રણ દિવસથી રસ્તામાં આવતા જતા અપશબ્દો બોલતો હોઇ હરેશસિંહ અને અરવિંદસિંહ બંને જણા તેની દુકાને જઇ ને પૂછ્યુ હતુ કે કેમ બેત્રણ દિવસથી રસ્તામાં અપશબ્દો બોલે છે તુ મારી સાથે કંઇ માંગતો હોઇ તો માંગ કહેતા ભરતસિંહ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને હાથમાં છરી લઇ મારવા આવી ગયો હતો દરમિયાન સંજયસિંહ ઝાલા પણ ઉપરાણુ લઇ આવી ઝપાઝપી કરી હતી અને માર માર્યો હતો તેમજ ગજેન્દ્રસિંહ રૂપસિંહ ઝાલાએ પણ તકરાર કરી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...