ચૂંટણી બહિષ્કાર:ભૂમાફિયાઓના ખૌફથી ડરતાં ડરતાં વિરોધ, પેઢમાલામાં ચૂંટણી બહિષ્કારનાં બેનર લાગ્યાં

હિંમતનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૌચરમાં કરાયેલા દબાણો દૂર કરવાનો મુદ્દો પણ કોઈ સામે આવવા તૈયાર નથી
  • કલેક્ટર, ગૃહ મંત્રી, મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરાઈ પણ કોઈ પગલાં નહીં

હિંમતનગર તાલુકાના પેઢમાલામાં ભૂમાફિયાઓના ત્રાસથી રાતોરાત ચૂંટણી બહિષ્કારના બેનર લાગી ગયા છે. ગામમાં ભૂમાફિયાઓનો એટલો ખોફ છે કે કોઈ ખુલીને બોલવા તૈયાર નથી. પરંતુ વિરોધ સૌ કોઈ કરી રહ્યાનો બેનરમાં દાવો થઈ રહ્યો છે.

ભૂમાફિયાઓ દ્વારા ગૌચરમાં કરેલ દબાણ દૂર કરવામાં આવે અને ગૌચરના સર્વે નંબર 634 તથા 635ના 7/12માં જે હક્કો બતાવ્યા છે. તે પ્રસ્થાપિત કરવા, ગૌચરમાં પશુધનને ચરાવવા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ કરાઇ છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર કબજો છોડાવવા ટીડીઓ ડીડીઓ કલેક્ટર ગૃહ મંત્રી મુખ્યમંત્રી સહિતનાને લેખિત રજૂઆત કરી પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...