ખેડૂતોને પાંચ રાઉન્ડ પાણી આપવા આયોજન:મોડાસાના માજુમ જળાશયમાંથી રવિ સિઝન માટે હવે ખેડૂતોને પાંચ રાઉન્ડ પાણી અપાશે

મોડાસા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માજુમ જળાશયની નહેરમાં 25ના બદલે પાણીનો હેડ 40 ક્યુસેક કરાયો

મોડાસા અને ધનસુરા તાલુકાના 25 ગામ કરતાં વધુ ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતા માજુમ જળાશયમાંથી 25 ક્યુસેક પાણસ છોડવામાં આવ્યું હતું. સપ્તાહ દરમિયાન સિંચાઈ વિભાગ દ્વારા પાણીનો હેડ વધારીને 40 ક્યુસેક કરવામાં આવ્યો છે. આ વર્ષે રવિ પાકની સિઝન દ્વારા ખેડૂતોનેપાણીના ચાર રાઉન્ડના બદલે પાંચ રાઉન્ડ પાણી આપવા સિંચાઈ વિભાગ દ્વારા આયોજન કરાયું છે

પાંચ દિવસ ઉપરાંતના સમયથી પાણી છોડવામાં આવ્યું છે. સિંચાઈ વિભાગ દ્વારા શરૂઆતમાં નહેરમાં 25 ક્યુસેકપાણી છોડવામાં આવ્યું હતું. મોડાસા અને ધનસુરા તાલુકાના છેડાના ખેડૂતોને પાણીનો પૂરતો જથ્થો મળી રહે તે માટે સિંચાઈ વિભાગ દ્વારા નહેરમાં 25ના બદલે નહેરમાં પાણીનો હેડ 40 ક્યુસેક કરવામાં આવ્યો છે.

માજુમ સિંચાઈ સત્તાવાળાઓ દ્વારા અગાઉ ખેડૂતોને રવિ પાકની સિઝન માટે પાણીના ચાર રાઉન્ડ અપાતા હતા. જેમાં ચાલુ સિઝનમાં વધારો કરીને સિંચાઈ વિભાગ દ્વારા રવિ પાકની સિઝન માટે પાંચ રાઉન્ડ પાણી આપવાનું આયોજન કરાયું છે. માજુમ જળાશય ના પાણીથી મોડાસા અને ધનસુરા તાલુકા ના ખેડૂતોની 1000 હેક્ટર કરતાં વધુ જમીન સિંચનથતી હોવાથી ખેડૂતોમાં પાંચ રાઉન્ડ પાણી મળવાની આશાથી પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...