પ્રાકૃતિક ખેતી:દેશી ગાય પર આધારિત પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોની આવક બેવડાઇ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમીનની ફળદ્રુપતા વધી રહી છે, પ્રતિવર્ષ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યા વધી રહી છે: ખેડૂતો

છેલ્લા ચારેક વર્ષથી પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાય અને જમીન સુધારણા થાય તે હેતુસર તંત્ર દ્વારા થઈ રહેલ પ્રયાસોને સફળતા મળી રહી છે અને પ્રતિ સીઝન પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેડૂતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ ખેડૂતોના દાવા મુજબ તેમની ખેતીની આવક સરેરાશ બેવડાઈ છે અને રાસાયણિક ખેતીથી બગડી રહેલ જમીનોની સુધારણા કરવામાં સફળતા મળી છે અને સૌથી મહત્વનું પ્રાકૃતિક ખેતપેદાશના ભાવ પણ વધુ મળે છે.

ખેડૂત-1 નફો લગભગ બેવડાઈ જાય છે
ઇડરના હિંગળાજના ભાવિકકુમાર મનુભાઇ પટેલે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીની શરૂઆત સુભાષ પાલેકરજીના માધ્યમથી અમદાવાદમાં તાલીમ લઇને કરી હતી રાસાયણિક ખેતીમાં ત્રણેક વર્ષ અગાઉ કપાસ, ઘઉ, જીરૂ જેવા પાક લીધા હતા. જેમાં ખર્ચ વધુ અને જમીનની ફળદ્રુપતા ઘટી જતી હતી. તેનાથી વિરુદ્ધ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરતાં જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધ્યુ છે સરેરાશ ખર્ચ ઓછો થાય છે. પ્રાકૃતિક પેદાશના ભાવ પણ વધુ મળે છે અને નફાનું ધોરણ ઊંચું જાય છે.

આત્મા પ્રોજેક્ટ થકી અન્ય ખેડૂતો પણ મારા ફાર્મની મુલાકાત લે છે. દેશી ગાયના ગૌ મૂત્ર, ગોબરમાંથી જીવામૃત, ધન જીવામૃત, બીજામૃત બનાવી ઉપયોગ કરું છું 15 એકર જમીન પૈકી 4.5 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી છે. કેમિકલના ઉપયોગથી થતી ખેતીમાં રૂ.25 લાખ આવક થાય છે તેની સામે રૂ.80 હજાર ખર્ચ થાય છે જ્યારે પ્રાકૃતિક ખેતીમાં રૂ.3 લાખની આવક અને રૂ.60 હજાર ખર્ચ થાય છે. નફો લગભગ બેવડાઈ જાય છે.

ખેડૂત-2 શાકભાજીનો વાવતા સ્વાદ અલગ હતો
ઇડરના ગાંઠીયોલના હરેશકુમાર ગેમરભાઈ પટેલે જણાવ્યું કે 2019 પહેલા રાસાયણિક ખેતી કરતા હતા. જેમાં ઉત્પાદન મળતું હતું પરંતુ તેની સામે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ હાઇબ્રીડ બિયારણ વગેરેનો ખર્ચ વધી જતા નફાનું ધોરણ બહુ ઓછું રહેતું હતું. બટાટા, મરચાં, મગફળી, કપાસ વગેરેની ખેતી કરતા હતા વર્ષ 2019 માં અમદાવાદ ખાતે યોજાયેલ પ્રાકૃતિક ખેતી શિબિરમાં પાંચ દિવસ મેં અને ખેતરમાં કામ કરતા બાબુભાઈએ તાલીમ લીધી હતી શિબિરમાંથી પરત આવી રાસાયણિક ખાતરની થોડી થેલીઓ પડી હતી તે ખાતર વેચી દીધું.

ઉત્તરાયણ આડે થોડા દિવસ બાકી હતા એટલે અખતરા માટે અડધા વીઘાથી ઓછી જમીનમાં બીજામૃત પટ આપી ઘઉં વાવ્યા અને પિયત પણ જીવામૃતનું આપ્યું. ઉનાળામાં અડધા વીઘાથી ઓછી જમીનમાં 16 પ્રકારની શાકભાજીનું વાવેતર કર્યું જેનો સ્વાદ અલગ જ હતો ત્યારબાદ પહેલા વર્ષે એક વીઘામાંથી દૈનિક સરેરાશ 400નુ શાકભાજી મળવા લાગ્યુ 8 એકરમાં સરગવો, હળદર, વિવિધ પ્રકારના શાકભાજીનુ પ્રાકૃતિક ખેતી થકી ઉત્પાદન મેળવતા આવક રૂ.7 લાખ થઈ અને ખર્ચ રૂ.90 હજાર જેટલો થયો હતો જ્યારે રાસાયણિક ખેતીમાં રૂ.5 લાખની આવકની સામે રૂ.1.5 લાખ ખર્ચ થતો હતો.

અન્ય સમાચારો પણ છે...