રજૂઆત:ઇડર-બડોલી બાયપાસ મુદ્દેે 5થી વધુ ગામોના ખેડૂતો દ્વારા ધારાસભ્ય અને સાંસદને આવેદન

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ધારાસભ્ય અને સાંસદને આવેદન - Divya Bhaskar
ધારાસભ્ય અને સાંસદને આવેદન
  • ઇડર બાયપાસની મૂળ માંગણી મુજબ જ બાયપાસ કાઢવાની માંગ સાથે રજૂઆત

ઇડર-બડોલી બાયપાસની જાહેરાત થતાની સાથે જ નાના ખેડૂતોનો વિરોધ શરૂ થઇ ગયો છે અને બુધવારે વડાલી વિશ્રામગૃહ ખાતે ઇડર ધારાસભ્ય અને સા.કાં. સાંસદને પાંચથી વધુ ગામના ખેડૂતોએ આવેદન આપી બાયપાસ બનાવવો જ હોય તો જૂની માંગ પ્રમાણે સ્ટેટ હાઇવે પરથી બાયપાસ કાઢવામાં આવે તો ઇડરની ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવવા સહિત કેટલાય ખેડૂતો જમીન વિહોણા થતા બચી શકે તેમ હોવાની રજૂઆત કરી હતી.

મહેસાણાથી શામળાજી વાયા ઈડર અઘોષિત નેશનલ હાઇવે નં.168-G નામકરણ સાથે ઇડર શહેરને બાયપાસ કરવા 13 કિ.મીના ઈડર બડોલી બાયપાસના નક્શાને મંજૂર કરાતા મણિયોર, સદાતપુરા, સાપાવાડા, લાલોડા, સવગઢ(લા), બડોલી સહિતના ગામના ખેડૂતોમાં જમીનો જતી રહેવાનો અજંપો પેદા થયો છે અને પ્રતિદિન તંત્ર, પદાધિકારી સમક્ષ રજૂઆતો થઇ રહી છે

વડાલી વિશ્રામ ગૃહ ખાતે બુધવારે સંભવિત રીતે અસરગ્રસ્ત થનાર ખેડૂતોએ જમીન સંપાદન અંગે લેખિત વાંધો રજૂ કરી ઇડર ધારાસભ્ય હિતુ કનોડિયા અને સા.કાં. સાંસદ દિપસિંહ રાઠોડને રજૂઆત કરી હતી કે બાયપાસના સંભવિત રૂટમાં નાના ખેડૂતો જમીન વિહોણા થવા સહિત બોર-કુવા પણ રોડમાં જાય તેમ હોઈ ખેતી અને પશુપાલન પર નભતા ખેડૂતોની આજીવિકા છીનવાઈ જવાની દહેશત ઉભી થઇ છે અને ટ્રાફિકની સમસ્યાનુ પણ નિરાકરણ આવે તેમ નથી.

સૂચિત બાયપાસને ઇડર નગરજનોની જૂની માંગ મુજબ જ સ્ટેટ હાઈવેને ઓળંગીને કાઢવામાં આવે તો અંબાજી તરફના ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવવા સહિત જમીન સંપાદન કરવાની કામગીરી પણ ટૂંકી થઈ જાય તેમ છે અને મોટાભાગના ખેડૂતોની જમીન બચી જાય તેમ છે અને તે વિકલ્પ જ ફાયદાકારક છે અન્યથા ખેડૂતો જમીન આપવા તૈયાર નથી.

અન્ય સમાચારો પણ છે...