આજે હોલિકા દહન:મંગળવારે પડતર દિવસ અને બુધવારે ધુળેટી

હિંમતનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોલિકા દહન માટે પૂનમ અને રાત્રિનો સંયોગ જરૂરી
  • આજે સાંજે 6:38 થી 9:6 સુધી નો સમય હોલિકા દહન માટે શ્રેષ્ઠ છે અને શાંતિ સમૃદ્ધિ નું શુભ મુહૂર્ત

ચાલુ વર્ષે હોળીના તહેવારને લઈને અસમંજસ સ્થિતિ પ્રવર્તી રહી છે પરંતુ જ્યોતિષીઓ અને પંડિતોના મંતવ્યનુંસાર હોલિકા દહન સોમવારે સાંજે જ કરવું શ્રેષ્ઠ છે. હોલિકા દહન માટે પૂનમ અને રાત્રિનો સંયોગ જરૂરી છે જે માત્ર સોમવારે રાત્રે જ ઉપલબ્ધ છે. હોળાષ્ટક તા. 7-3-23 ના રોજ 6ક.11મિ. પૂરા થાય છે મંગળવાર પડતર દિવસ ગણાશે અને ધુળેટી રંગોત્સવનું પર્વ બુધવારે મનાવાશે.

ફાગણ સુદ પૂનમ એટલે હોળીનો તહેવાર અને તેની સાથે હોલિકા દહનનું અનેરું મહત્વ વણાયેલું છે પરંતુ ચાલુ વર્ષે પૂર્ણિમાનો પ્રારંભ સોમવારે સાંજે થાય છે અને મંગળવારે દિવસ દરમિયાન પૂનમ રહે છે જેને પગલે હોલિકા દહન ક્યારે કરવું તે બાબતે અસમંજસ સ્થિતિ પ્રવર્તી રહી છે. ચિતરીયાના જ્યોતિષાચાર્ય દેવશંકર ભટ્ટે સ્થિતિને સ્પષ્ટ કરતાં જણાવ્યું કે ફાગણ સુદ ચૌદસ સોમવારે સાંજે 4ક.18મિ. સમાપ્ત થાય છે અને ત્યારબાદ પૂનમનો પ્રારંભ થાય છે તથા મંગળવારે સાંજે પૂનમ પૂરી થઈ જાય છે હોલિકા દહન માટે પૂર્ણિમા અને રાત્રિનો સંયોગ જરૂરી છેે આજે સાંજે 6:38 થી 9:6 નો સમય હોલિકા દહન માટે શ્રેષ્ઠ છે

અને શાંતિ સમૃદ્ધિ નું શુભ મુહૂર્ત છે તેમણે ઉમેર્યું કે વિષ્ટિકરણ પણ જોવું જરૂરી છે વિષ્ટિ પૂરો થવાનો સમય 10 કલાકથી સાડા 13 કલાકનો હોય છે 16ક.18મિ. 29ક.17મિ. દરમિયાન રહેશે જે પુણ્યવંતી હોવાથી શુભ ફળ આપનાર બની રહેશે અને હોલિકા દહનનો શુભ સંયોગ થઈ રહ્યો હોવાથી સોમવારે સાંજે થનાર હોળી પ્રાગટ્ય પ્રજા માટે સુખાગારી આરોગ્ય અને ચોમાસા માટે સારા સંકેત આપે છે. હોળાષ્ટક તા. 7-3-23 ના રોજ 6ક.11મિ. પૂરા થાય છે મંગળવાર પડતર દિવસ ગણાશે અને ધુળેટી રંગોત્સવનું પર્વ બુધવારે મનાવાશે.

અન્ય સમાચારો પણ છે...