પ્રારંભ:દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની સહાય માટે આઇ પોર્ટલ ખૂલ્લુ મૂકાયું

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરેક ગામમાં 75 ખેડૂત પ્રાકૃતિક ખેતી અપનાવે તેવા અભિયાનનો પ્રારંભ

દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત પરીવારોને એક ગાયના રૂ.900 નિભાવ ખર્ચની સહાય - વળતર પુરૂ પાડવા ખેડૂત આઇ પોર્ટલ પર અરજી કરવાની રહેશે. પોર્ટલ તા.27/05/22 સુધી ખૂલ્લુ રહેનાર છે. ગાયનો નિભાવ ખર્ચ ચૂકવવાની યોજના સહિત દરેક ગામમાં 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે હેતુસર ખેતીવાડી વિભાગ દ્વારા અભિયાન શરૂ કરાયું છે.

દેશી ગાય ધરાવતા ખેડૂતોને ગાયના નિભાવ માટેની યોજના અમલી બનાવાઇ છે જેમાં દેશી ગાય આધારીત ખેતી કરતા ખેડૂતોને આઇ-પોર્ટલ પર અરજી કરવાની રહેશે દેશી ગાય આધારીત એક એકરમાં ખેતી કરતા ખેડૂત પરીવારને એક ગાયના નિભાવ માટે પ્રતિમાસ રૂ.900 એટલે કે વાર્ષિક રૂ.10,800 સહાય ચૂકવવામાં આવનાર છે. પરંતુ અરજદાર પશુપાલક ખેડૂત પોતાની એક એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરતો હોવો અને પ્રાકૃતિક ખેતીની તાલિમ લીધેલ હોવા જરૂરી છે અને 8-અ ના ઉતાર મુજબના એક જ અરજદારને લાભ મળનાર છે.

ખેડૂત આઇ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરીને તેની પ્રીન્ટ આઉટ કાઢી સહી, અંગુઠો કર્યા બાદ તેની સાથે સાધનિક કાગળોની નકલ, આધારકાર્ડ - બેંક પાસબૂકની નકલ, કેન્સલચેક લગાવવાનો રહેશે અને સંયુક્ત જમીન હોવાના કિસ્સામાં અન્ય ખાતેદારોના સંમતિ પત્રક જોડીને તાલુકાની આત્મા કચેરીમાં રજૂ કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...