સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભાની ચૂંટણીની મત ગણતરી પૂર્ણ થયા બાદ ઈવીએમ વેર હાઉસમાં બંધ થયા હતા. તો બીજી તરફ એસટી વિભાગ દ્વારા ફાળવેલ એસટી બસમાં ચૂંટણીમાં ફરજ બજાવી સીએપીએફની કંપનીઓ પરત રવાના થઇ છે.
આ અંગે જિલ્લા ચૂંટણી વિભાગના હરપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ચાર વિધાનસભામાં 5 ડિસેમ્બરે મતદાન બાદ 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જે પૂર્ણ થયા બાદ 1328 બીયુ, સીયું, વીવીપેટ સહિતના રીઝર્વ સરસામાન પોલીટેકનીક કોલેજના એકેડેમિક બિલ્ડીંગમાં મતગણતરી પૂર્ણ થયા બાદ ગુરુવારે રાત્રે વાહનોમાં મુકીને પોલીસ બંદોબસ્ત સાથે વેર હાઉસમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાત સુધી આ પ્રક્રિયા ચાલી હતી. તો મતગણતરી બાદ ઈવીએમ વેર હાઉસમાં બંધ થયા હતા.
ચુંટણી માટે સાબરકાંઠા જિલ્લામાં સીએપીએફની 27 કંપનીઓ જેમાં બીએસએફ, સીઆરપીએફ, સીઆઈએસએફ, આઇટીબીપી, એસએસબી અને આસામ રાઇફલની બટાલિયનો આવી હતી અને ચૂંટણી દરમિયાન ચાર વિધાનસભાના 14 જેટલા પોલીસ સ્ટેશનોમાં ફ્લેગ માર્ચ કરી હતી. તો મતદાન અને મત ગણતરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં ફરજ બજાવી હતી. ત્યારે મતગણતરી પૂર્ણ થયા બાદ એસટી બસોમાં અર્ધલશ્કરી બળની કંપનીઓ પરત રવાના થઇ હતી. હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શનિવારે ચારથી વધુ એસટી બસમાં આર્મી મહેમદાવાદ રેલવે સ્ટેશને પરત જવા રવાના થઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.