સાબરકાંઠા જિલ્લામાં 51 દિવસ બાદ કોરોનાની ફરીથી એન્ટ્રી થઇ છે છેલ્લા ચારેક માસથી કોરોના વેવ નબળુ થયા બાદ ઇડર તાલુકાના બરવાવમાં એક સાથે બે કેસ નોંધાતા અને સ્થાનિક સંક્રમણ હોવાની મહત્તમ સંભાવના વચ્ચે જિલ્લાજનોએ સાવચેત રહેવાની જરૂર છે. આરોગ્ય સૂત્રોના જણાવ્યાનુસાર બંને એક જ પરિવારના અને વેક્સિનના બે ડોઝ લીધા છે. બંનેની સ્થિતિ સ્ટેબલ છે.
ગત એપ્રિલ - મે દરમિયાન જિલ્લામાં કોરોનાએ બઘડાટી બોલાવતા ભયાવહ સ્થિતિનો અનુભવ થયો હતો. હજારો સંક્રમિત થવા સહિત સેંકડોના મોત નિપજ્યા હતા. તે સમયની સ્થિતિને યાદ કરતા રૂવાડા ઉભા થઇ જાય છે ત્યારબાદ કોરોના વેવ નબળુ પડ્યુ હતુ અને છેલ્લા ત્રણ મહિનામાં માત્ર 05 કેસ નોંધાયા હતા. છેલ્લો કેસ 11 એપ્રિલના રોજ નોંધાયો હતો ગુરૂવારે ઇડર તાલુકામાં નવા બે કેસ નોંધાતા ફરી એકવાર કોરોનાએ પોતાની હાજરી હોવાનો અનુભવ કરાવ્યો છે.
કોરોના જિલ્લા આરોગ્ય વિભાગના એપેડેમિક ઓફિસર ર્ડા. પ્રવીણ ડામોરે જણાવ્યું કે બરવાવના 41 વર્ષ અને 48 વર્ષીય બે પુરૂષ સુથારી કામ કરે છે અને ઉમેદપુરમાં કામ કરવા જતા હતા તા.01-06-22 ના રોજ બંનેને શરદી ઉધરસ તાવની સમસ્યા હોવાથી સેમ્પલ લેવાયુ હતુ અને બંને રિપોર્ટ પોઝિટિવ આવતા ઉમેદપુર અને બરવાવમાં સર્વેલન્સ કામગીરી હાથ ધરાઇ છે. બંને તેમના ખેતરમાં મકાનમાં રહેવા જતા રહ્યા છે અને આઇસોલેટ થઇ ગયા છે.
બંનેએ વેક્સિનના બે ડોઝ લીધાલા હોવાનુ અને તાવ શરદી ઉધરસની સમસ્યા ન હોવાનુ ઉમેર્યું હતું. 51 દિવસ બાદ કોરોનાની એન્ટ્રી અને બંને સંક્રમિત જિલ્લા બહાર ગયા ન હોવાથી સ્થાનિક સંક્રમણની સંભાવનાને પગલે ચિંતાનું વાતાવરણ પેદા થયુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.