ઓબ્ઝર્વરોનું કામગીરી નિરીક્ષણ:હિંમતનગરમાં કર્મચારીઓને EVMની તાલીમ અપાઈ, કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા સાબરકાંઠામાં 2 ચૂંટણી ખર્ચ નિરીક્ષકોની નિયુક્તિ કરાઈ

સાબરકાંઠા (હિંમતનગર)19 દિવસ પહેલા

સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર EVMની પ્રેક્ટીકલ અને થિયેરિટિકલ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હિંમતનગર વિધાનસભા બેઠક પર ફરજ બજાવનાર પ્રીસાઈન્ડીગ ઓફિસર અને આસી. પ્રીસાઈન્ડીગ ઓફિસરને તાલીમ આપવામાં આવી છે. જેમાં હિંમતનગરની હિંમત હાઈસ્કુલમાં સવારે 9 થી 12 વાગ્યા સુધી 11 રૂમમાં 460 પ્રીસાઈન્ડીગ ઓફિસર અને બપોરે 3 થી 6 વાગ્યા સુધી 8 રૂમમાં 322 આસી.પ્રીસાઈન્ડીગ ઓફિસરને EVMની પ્રેક્ટીકલ અને થિયેરિટિકલ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન હિંમતનગર વિધાનસભાના ચુંટણી અધિકારી એ.કે. ગોસ્વામી સહીત સ્ટાફ હાજર રહ્યા હતાં.

ખર્ચને લગતી બાબતો અંગે દેખરેખ
સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા ચાર વિધાનસભા મત વિસ્તારોમાં ચૂંટણી ખર્ચ નિરીક્ષકો નિયુક્ત કરવામાં આવ્યા છે. 27 હિંમતનગર અને 33 પ્રાંતિજ વિધાનસભા મત વિભાગ માટે ખર્ચ નિરીક્ષક વિનીત કુમાર RRSની નિયુક્તિ કરાઈ છે.જ્યારે 28-ઈડર અને 29-ખેડબ્રહ્મા વિધાનસભા મત વિભાગ માટે મુનિશ રાજાની નિયુક્તિ કરવામાં આવી છે. બંને ચૂંટણી નિરીક્ષકો સાબરકાંઠા જિલ્લામાં આવી ગયા છે અને ખર્ચને લગતી બાબતો અંગે દેખરેખ રાખી રહ્યા છે. હિંમતનગર કલેકટર કચેરી ખાતે શનિવારે વિવિધ સર્વેલન્સ ટીમો સાથે જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજી હતી.

વિવિધ સમિતિઓ સાથે સંકલન જેવી બાબતે ચર્ચા
આ બેઠકમાં ખર્ચના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી દીપેશ શાહ, જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલા બોર્ડર સિક્યુરિટી ફોર્સ(બી.એસ.એફ)ના અધિકારીઓ અને નાયબ ચૂંટણી અધિકારી દીપ્તિ પ્રજાપતિ અને ચૂંટણી સાથે સંકળાયેલા અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહીને ચૂંટણીલક્ષી કામગીરી અંગે, થયેલ ખર્ચની વિગતો તથા રજૂઆતો અંગે કરવામાં આવેલ નિકાલ અંગેની ચિતાર રજૂ કરી હતી. આ બેઠકમાં સુરક્ષા ખર્ચ, મોનિટરિંગ સંકલન એપ્લિકેશન ડાઉનલોડ CCTV કેમેરા, બોર્ડર પરની અવર-જવર, ફ્લેગ માર્ચ, બેરીકેટ, રોકડ રકમ, સોશિયલ મીડિયા મોનિટરિંગ, વાહન- વ્યવહાર, વિવિધ સમિતિઓ સાથે સંકલન જેવી બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ચૂંટણીલક્ષી કામગીરીનો ઓવરવ્યૂ રજૂ કર્યો
જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાએ જિલ્લામાં કાયદો વ્યવસ્થા, CCTV કેમેરા, પોલીસ પેટ્રોલિંગ પર બોડી ઓન કેમેરા, લાઈવ ટેલીકાસ્ટ, જિલ્લાના કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ અંગે નાકાબંધી, સુરક્ષાની સ્થિતિ અંગે સમગ્ર વિગતો આપી હતી. જિલ્લા વિકાસ અધિકારી દિપેશ શાહ દ્વારા ખર્ચ બાબતો અંગેની વિગતો આપી હતી. જિલ્લા કલેક્ટરે ચૂંટણીલક્ષી કામગીરીનો ઓવરવ્યૂ રજૂ કરીને બંને ઓબ્ઝર્વરોને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ બંને ઓબ્ઝર્વરોએ જિલ્લા માહિતી કચેરી ખાતે મીડિયા સેન્ટરની મોનિટરિંગ સિસ્ટમની મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...