હિંમતનગર કેન્દ્રીય વિદ્યાલયમાં ધો-10 માં અભ્યાસ કરતો ઇડરના ખાસ્કીનો મૂળ વતની શ્લોક મકવાણા સીબીએસઇ બોર્ડ પરીક્ષામાં 97 ટકા માર્કસ સાથે જિલ્લામાં પ્રથમ આવતા શાળા પરિવાર અને પરિચીતોએ અભિનંદનની વર્ષા કરી છે. નોંધનીય છે કે તબીબ પરિવારમાંથી આવતા શ્લોકે વગર ટ્યૂશને ઝળહળતો દેખાવ કર્યો છે. હિંમતનગરની કેન્દ્રીય વિદ્યાલયમાં ધો-10 માં અભ્યાસ કરતા શ્લોક મકવાણાના પિતા વિક્રમસિંહ ફીંચોડ પીએચસીમાં આયુષ તબીબ તરીકે, માતા મિત્તલબેન નેચરોપથી તબીબ છે અને નાના પણ તબીબ હોવાનું જાણવા મળી રહ્યુ છે.
વિક્રમસિંહે વિગત આપતાં જણાવ્યું કે શ્લોકે ગણિતમાં 100, સંસ્કૃતમાં 98 માર્કસ મેળવવા સહિત 500 માંથી 485 માર્કસ સાથે 97 ટકા મેળવી સીબીએસઇ બોર્ડમાં જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. ઉપલબ્ધ માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં કોઇ પણ વિદ્યાર્થીએ જિલ્લામાં સીબીએસઇ બોર્ડમાં 95 ટકાથી વધુ ગુણ મેળવ્યા નથી. શ્લોક મકવાણાએ શિક્ષકો અને માતા પિતાના સપોર્ટ અને જવલંત દેખાવ માટે મૂકેલ વિશ્વાસને પોતાની સફળતાનો શ્રેય આપ્યો હતો પ્રિન્સીપાલ દિપક આહિરે પણ અભિનંદન પાઠવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.