ખેડૂતોમાં ભય:પાક નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવા કૃષિ-મુખ્યમંત્રીને ઇડર ધારાસભ્યની માંગ

ઈડર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈડર અને વડાલીમાં પાછોતરા વરસાદથી નુકસાન થવાનો ખેડૂતોમાં ભય
  • ઇડર તાલુકામાં 50હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ પાકોનું વાવેતર કર્યું છે

ઈડર અને વડાલી તાલુકામાં ત્રણ-ચાર દિવસ પાછોતરો વરસાદ વરસ્યા બાદ ખેડૂતોએ વાવેતર કરેલ મગફળી, કપાસ, કઠોળ જેવા પાકોને નુકસાન થયું હોવાનો ખેડૂતોને ભય સતાવતો હોવાથી સર્વે કરી વળતર આપવા ધારાસભ્ય હિતુ કનોડિયાએ કૃષિમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. ઇડર તાલુકામાં ખેડૂતોએ આશરે 50 હજાર હેક્ટરમાં વાવેતર કર્યુ છે. જેમાં 20 હજાર હેક્ટરમાં મગફળી, 13 હજાર હેક્ટરમાં કપાસ અને 6 હજાર હેક્ટરમાં સોયાબીનનું વાવેતર કર્યું છે

વડાલી તાલુકામાં અંદાજિત 22000 હેક્ટરમાં મગફળી 5000 હેક્ટર, કપાસ 4000 હેક્ટર , સોયાબીનનું 2000 હેક્ટરમાં વાવેતર થયું છે.પરંતુ પાછોતરા વરસાદને કારણે બન્ને તાલુકામાં 70 હજાર હેક્ટરમાં નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે. જેથી ઇડર ધારાસભ્ય હિતુ કનોડિયાએ વિસ્તારમાં પાછોતરા વરસાદ થી પાકને થયેલ નુકસાનનો સર્વે કરાવી વળતર આપવા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...