ઇડર ગઢ બચાવવા આવેદન પત્ર:મંત્રીની સભામાં ઇડર ગઢ બચાવો સમિતિનો હોબાળો

હિંમતનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈડરની ધરોહર અને અસ્મિતા એવા ગઢને બચાવવા આવેદન પત્ર આપવા જઈ રહ્યા હતા.લોકશાહીમાં આવેદન પણ ના આપી શકાય? નટુભાઈ પંડ્યા
  • ઇડરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની જાહેર સભા યોજાઇ હતી, સમિતિના કાર્યકરોને આવેદન આપવા જતાં રોકતાં આક્રોશ ઠાલવ્યો

ઇડરમાં ઉત્તર ગુજરાતની શાન સમા અને ઈડરની અસ્મિતા ઈડરિયા ગઢને બચાવવા થઈ રહેલ પ્રયાસો અપૂરતા સાબિત થઈ રહ્યા હોવાથી કેન્દ્રીય મંત્રી સમક્ષ રજૂઆત કરવાનો પ્રયાસ કરનાર ગઢ બચાવો સમિતિના વયો વૃદ્ધ સભ્યોને આવેદન કરતા રોકવામાં આવતા ભારે હોબાળો થયો હતો અને ગઢ બચાવો સમિતિના સભ્યોએ આક્રોશ ઠાલવ્યો હતો.

ઈડર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રમણલાલ વોરા ના પ્રચાર અર્થે આવેલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને મળવા આવેલ ગઢ બચાવો સમિતિના સભ્યોને રજૂઆત કરવા આવેદનપત્ર આપતા રોકવામાં આવતા ભારે હોબાળો મચ્યો હતો ઈડર ગઢ બચાવો સમિતિ દ્વારા ઇડર ગઢ બચાવવા મનસુખ માંડવીયાને આવેદનપત્ર આપવાનો પ્રયત્ન કરતા રોકવામાં આવ્યા હતા અને સભા ના સ્ટેજ સુધી તેમજ મનસુખ માંડવીયા સુધી પહોંચવા ના દેતાં ઇડર ગઢ બચાવો સમિતિના સભ્યો નારાજ થયા હતા.

ગઢ બચાવો સમિતિના નટુભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે અમે ઈડરની ધરોહર અને અસ્મિતા એવા ગઢને બચાવવા આવેદન પત્ર આપવા જઈ રહ્યા હતા.લોકશાહીમાં આવેદન પણ ના આપી શકાય અમે કોઈ તોફાન કરવા નથી અવ્યા એક આવેદન આપવા જતાં પોલીસ જોડે ધક્કા મરાવી એમને રોકવામાં આવ્યા છે.

ગરીબોની વાતો દરેક પક્ષો કરતાં પણ કામ ભાજપ સરકારે કર્યું છે : દેવેન્દ્ર ફડણવીસ
પ્રાંતિજ ખાતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે ગરીબોની વાતો દરેક રાજકીય પક્ષો કરતા હતા પરંતુ ગરીબોનું કામ ભાજપે કર્યું છે કરોડો રૂપિયા ખવાઈ જતા હતા નરેન્દ્ર મોદીની સરકારે ભ્રષ્ટાચારની સંસ્કૃતિ ખતમ કરી દીધી છે આપણે દુનિયાની પાંચમી અર્થવ્યવસ્થા બન્યા છીએ અને આવનાર સમયમાં બહુ ઝડપથી ત્રીજા નંબરે પહોંચી જઈશું ફૂટપાથ પર રોજગાર મેળવતા તમામ લોકો સુધી વિકાસ પહોંચાડ્યો છે ભાજપની સરકારે કલમ 370 હટાવી ત્યારે કોંગ્રેસ કહેતી હતી કે લોહીની નદીઓ વહેતી થઈ જશે પરંતુ કંઈ ન થયું.

છેવાડાના ગામ સુધી 24 કલાક વીજળી મળે છે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખેડબ્રહ્મા ખાતે જણાવ્યું કે ગુજરાત આજે આખા દેશનું ગ્રોથ એન્જિન છે ભાજપમાં આપે મુકેલ ભરોસાને આધારે નરેન્દ્ર ભાઈએ શરૂ કરેલ વિકાસની રાજનીતિના ફળ આપણને મળી રહ્યા છે વીજળી પાણી રોડ રસ્તા સહિતની પ્રજાની તમામ મુશ્કેલીઓનું ભાજપની સરકારે છેલ્લા 25 વર્ષમાં સમાધાન કર્યું છે નરેન્દ્ર ભાઈના માર્ગદર્શનમાં પ્રજાના પ્રશ્નો દૂર કરાયા છે. જલ પહોંચ્યું છે રોડ રસ્તા પહોંચ્યા છે તદુપરાંત બીજા રાજ્યમાં રોડ રસ્તા ન હોય તેટલા 69 હજાર કિલોમીટરની કેનાલનું નેટવર્ક બનાવ્યું છે.

ભાજપે વિચારોનું વાવેતર કર્યું છે : મનસુખ માંડવીયા
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ઇડરની સીટ ઉપરથી બહુમતીથી ભાજપ વિજયી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પોતાનો જ રેકોર્ડ તોડશે તેવું જણાવી કહ્યું હતું ભાજપ વિચારોનું વાવેતર કરે છે અને વિકાસની લણણી કરે છે.

ડુંડા તૈયાર થઈને આવે તેમ આવ્યા છે સિઝનલ, એમનાથી ચેતવવા હું અહીં આવ્યો છું : રૂપાલા
ગુજરાતમાં સાતમી વખત સરકાર બનાવવા જઈ રહ્યા છીએનો વિશ્વાસ વ્યક્ત કરી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને આડે હાથ લઈ પરસોત્તમ રૂપાલાએ
જણાવેલ કે ડુંડા તૈયાર થઈને આવે તેમ આવ્યા છે સિઝનલ, એમનાથી ચેતવવા હું અહીં આવ્યો છું અત્યાર સુધી ક્યારેય પ્રચંડ બહુમતી ન મળી તેનાથી વધારે બહુમતી વાળી સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. દિગ્વિજયસિંહ ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા નીકળ્યા છે આ એ દિગ્વિજયસિંહ જે છે જેણે રાજ્યસભામાં ગુજરાતની જીવા દોરી નર્મદા યોજનાની મંજૂરી ન મળે તેના માટે રજૂઆત કરી હતી.

હિંમતનગર ખાતે આયોજિત જાહેર સભામાં આયોજકો અને કાર્યકરોને ખુરશીઓ વધારે આવતાં ઉઠાવી લેવાની ફરજ પડી હતી અને સ્થળ પર જ ખુરશીઓના થપ્પા લાગેલા જોવા મળ્યા હતા. માંડ માંડ કાર્યકરોને બોલાવી દોઢેક કલાકના વિલંબ બાદ સભા શરૂ કરાઈ હતી

અન્ય સમાચારો પણ છે...