હિંમતનગરમાં વાતાવરણમાં પલટો:વહેલી સવારે ધુમ્મસ છવાયુ, બપોરે બફારો; જવાનપુરા બેરેજના 15 ગેટ બંધ કરાતા 43 ટકા બેરેજ ભરાયો

સાબરકાંઠા (હિંમતનગર)25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચોમાસાની સીઝનમાં વહેલી સવારે ધુમ્મસવાળું વાતાવરણ થયું 10 દિવસથી વરસાદે વિરામ લીધો છે અને ભાદરવો મહિનો શરુ થયો છે. ત્યારે ભાદરવા ગરમી વચ્ચે શુક્રવારે હિંમતનગરમાં વહેલી સવારે ધુમ્મસ છવાયુ હતું. જેને લઈને શિયાળાની સવાર જેવું વાતાવરણ કર્યું હતું. તો વરસાદની આગાહીને લઈને વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. હિમતનગર સહિત સાબરકાંઠા જીલ્લામાં વાતવરણમાં પલટો જોવા મળ્યો છે. અગામી દિવસમાં વાવઝોડું અને વરસાદની શક્યતા જણાઈ રહી છે.

વરસાદે વિરામ લીધાને આજે 10 દિવસ થયા છે, ત્યારે સાબરકાંઠા જીલ્લામાં જળાશયોમાં પાણીની આવક થઇ રહી છે, પરંતુ પ્રમાણ ઓછુ થયું છે. તો 81 ટકા ભરાયેલ ગુહાઈમાં 100 કયુસેક પાણીની આવક, 100 ટકા ભરાયેલ હાથમતીમાં 865 આવક અને 865 કયુસેક પાણીની જાવક, 99 ટકા ભરાયેલ હરણાવમાં 50 કયુસેક પાણીની આવક થઇ રહી છે. 65 ટકા ભરાયેલ ખેડવામાં 200 કયુસેક પાણીની આવક અને 170 કયુસેક પાણીની જાવક છે. જવાનપુરા બેરેજના 15 દરવાજા બંધ કરાયા છે, જેને લઈને 43 ટકા બેરેજ ભરાયું છે અને 450 કયુસેક પાણીની આવક ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...