મેઘમહેર:સાબરકાંઠામાં ઝરમરથી માંડી સવા ઇંચ વરસાદ હિંમતનગરમાં સૌથી વધુ 31 મીમી,પ્રાંતિજ કોરું

હિંમતનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે હળવાથી ભારે વરસાદની આગાહી, સા.કાં. અને અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ઝરમરથી માંડી સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં હિંમતનગરમાં સૌથી વધુ 31 મીમી અને છેલ્લા સવા મહિનાથી વરસાદ માટે ચાતક નજરે રાહ જોઈ રહેલ પ્રાંતિજ તાલુકામાં વરસાદ વરસ્યો ન હતો. પ્રાંતિજ અને તલોદ તાલુકામાં વરસાદ ઓછો વરસતા વત્તા ઓછા અંશે ચિંતા પ્રવર્તી રહી છે. બાકીના તાલુકાઓમાં 60 ટકાથી માંડી 72 ટકા સુધીનો સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે. ખેડબ્રહ્મા તાલુકામાં 17 મીમી વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ, શનિવારે ઉત્તર ગુજરાતના 51 થી 75% વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. જેમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સામાન્યથી લઇ અઢી ઇંચ સુધી વરસાદની, જ્યારે સાબરકાંઠા અને અરવલ્લીના હળવાથી ભારે વરસાદની શક્યતાને લઇ યલો એલર્ટ અપાયું છે. આ બંને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અઢી ઇંચથી સવા 4 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે.

સાબરકાંઠામાં વરસાદ

તાલુકાઆજનોવરસાદ કુલ
ઇડર6631
ખેડબ્રહ્મા17539
તલોદ4413
પ્રાંતિજ0377
પોશીના5517
વડાલી2667
વિજયનગર5613
હિંમતનગર31611
અન્ય સમાચારો પણ છે...