અટકાયત:બડોલીમાંથી 25હજારના દારૂ સાથે કારચાલક ઝબ્બે, ત્રણ આરોપીઓ પોલીસ પકડથી હજુ દૂર

હિંમતનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા એલસીબીએ ઇડરના બડોલીમાંથી કારમાંથી 25 હજારના દારૂ સાથે શખ્સની અટકાયત કરી હતી.

એલસીબીને બાતમી મળી હતી કે ભિલોડા તરફથી કાર નં. જી.જે-05-સી.એફ-6806 માં દારૂ હોવાની બાતમી આધારે બડોલીમાં કાર આવતાં પાછળની સીટ નીચે તથા ડ્રાઇવર સીટની બાજુવાળી સીટ નીચે જોતા તેમાં દારૂની છુટી 84 બોટલો કિં.રૂ.25,560 પેપર વીંટાળેલ હાલતમાં મળી હતી. કારનો ચાલક રામેશ્વર નાથુજી રામજીભાઇ તબીયાડ (42) (રહે. જુવારવા તબીયાડ ફળીયુ પો. ભોમટાવાડા તા. ખેરવાડા જી.ઉદેપુરની અટકાયત કરી દારૂ મંગાવનાર, દારૂ આપનારની અટકાયત કરી હતી.

પકડવાના બાકી આરોપીઓ
દિલીપભાઇ અશ્વીનભાઇ તબીયાડ (રહે. જુવારવા તબીયાડ ફળીયુ પોસ્ટ ભોમટાવાડા તા. ખેરવાડા જી. ઉદેપુર રાજસ્થાન) (દારૂની સગવડ કરી આપનાર), ગોવિંદ (રહે. બાબરી રાજસ્થાન (દારુ આપી જનાર), આશીષભાઇ વિસનગર જી. મહેસાણા

અન્ય સમાચારો પણ છે...