દારૂ:ઇડરમાં આઇસ્ક્રીમ ભરેલા ડાલામાંથી ‌‌રૂ 1.72 લાખના દારૂ સાથે ચાલક ઝબ્બે

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1.72 બુટલેગરોનો નવો નુસખો | સાબરકાંઠા એલસીબીની બાતમી આધારે કાર્યવાહી
  • લાખનો દારૂ, ડાલા સહિત કુલ 5.77 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

ખેડબ્રહ્મા તરફથી આઇસ્ક્રીમની હેરાફેરી કરતાં પીકઅપ ડાલામાં દારૂના જથ્થાની હેરાફેરી થઈ રહ્યાની બાતમી મળતા સા.કાં. એલસીબીએ ઇડરના વિજયનગર ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી 1,72,560ના વિદેશી દારૂના જથ્થા સહિત કુલ 5,77,560નો મુદ્દામાલ કબજે લઈ એક શખ્સની અટકાયત કરી હતી.

એલસીબી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વિજયકુમાર તથા ગોપાલભાઇને સંયુકત રીતે બાતમી મળી હતી કે સફેદ કલરના આઇસ્ક્રીમના પીકઅપ ડાલા નંબર જીજે-18-એ.એકસ-3131માં રાજસ્થાનથી ગેરકાયદે રીતે વિદેશી દારૂનો જથ્થો લઇને શખ્સ વિજયનગર, ખેડબ્રહ્મા થઇ ઇડર તરફ આવી રહ્યો છે. જેના આધારે રાણી તળાવ પાસે નાકાબંધી કરી વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમીવાળું બોલેરો પીકઅપ ડાલુ આવી પહોંચતા તેને અટકાવી ચાલક ગોપાલસિંહ હમેરસિંહ ખુમાનસિંહ રાજપૂત (ઉ.વ.41) (મૂળ રહે. રોડદા, તા.કુરાબડ, રાજસ્થાન, હાલ રહે. નાના ચિલોડા, અમદાવાદ) ને નીચે ઉતારી તપાસ હાથ ધરતાં બોલેરો પીકઅપ ડાલામાં પાછળના ભાગેથી બીયરની પેટીઓ નંગ 57 તથા વિદેશી દારૂ કિં. 1,72,560નો દારૂ મળી આવ્યો હતો. લોકલક્રાઇમ બ્રાન્ચની ટીમે બોલેરો પીકઅપ ડાલા નંબર જીજે-18-એ.એકસ-3131 કિંમત રૂપિયા 4લાખ તથા મોબાઇલ મળી કુલ ₹5,77,560નો મુદ્દામાલ સાથે ગોપાલસિહ હમેરસિંહ ખુમાનસિંહ રાજપૂતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...