હિંમતનગરના ન્યાય મંદિર નજીક એલઆઈ સી ઓફીસ સામે એક કાર ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે કાર હંકારી હોર્ડિંગ બોર્ડના થાંભલા સાથે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
થાંભલામાં ટકરાયા બાદ કાર પલટી ખાઈ ગઈ
આ અંગે બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.આર.ચૌહાણ જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે કાર નંબર જીજે.27.સીએમ.9267ના ચાલક રમેશસિંહ અર્જુનસિંહ રાજપુરોહિત(રહે-જૂની પોસ્ટ ઓફીસ સામે,તલોદ)કાર લઈને હિંમતનગરના ન્યાય મંદિર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ઓવરસ્પીડમાં કાર હંકારીને જાહેરાતના બોર્ડના થાંભલામાં ટકરાયા બાદ પલટી ખાઈ ગયેલ હતી. કાર ચાલક રમેશસિંહ અર્જુનસિંહ રાજપુરોહિતને માથાના તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા.
કાર લકનું સારવાર દરંમિયાન મોત
જોકે ધડાકાભેર અથડાયેલી કારના અવાજથી મોડી રાત્રે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં સારવાર દરમિયાન ચાલક રમેશસિંહ અર્જુનસિંહ રાજપુરોહિતનું મોત નીપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગે હિમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગેવરસિંહ સેતાનસિંહ રાજપુરોહિતે ફરિયાદ નોધાવતા ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.