ધર્મ બોધ:મોત સામે દેખાતું હોય તો પાપ કરવાના વિચારો ન આવે

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગર શહેરમાં મુનિ શ્રી જ્ઞાનોદય વિજયજી અને મુનિ શ્રી પંચામૃત વિજયજીનું વ્યાખ્યાન

એક વખત ગુરુને એમના એક શિષ્યએ સવાલ પૂછ્યો 'ગુરુદેવ આપ કેવા સીધા સરળ છો આપનું જીવન પાપ વિનાનું છે હર હંમેશ શાંત સ્થિર રહી શકો છો બધા સાથે પ્રેમપૂર્વક વર્તી શકો છો મેં આપને વિષમ પરિસ્થિતિઓમાંયે ગુસ્સે થતા જોયા નથી આપને જોઈને જ અમને શાંતિ થઈ જાય છે અમે આપના જેવા કેમ બની શકતા નથી ?' ગુરુ એ જવાબ આપ્યો તું મારી વાત છોડ આજે મારે તને તારા જીવનના એક મહત્વપૂર્ણ રહસ્યની જાણકારી આપવી છે શિષ્યએ કહ્યું આપ મારા જીવનના કયા રહસ્યની વાત કરવા માંગો છો. ગુરુએ જવાબ આપતા કહ્યું કે મને તારા મૃત્યુની જાણ થઈ ગઈ છે

મારી સાધના એ તારા મૃત્યુના પ્રબળ સંકેતો મને આપી દીધા છે આજથી બરાબર સાત દિવસ પછી તારું મૃત્યુ છે તેથી વધારે તારું જીવન હવે રહ્યું નથી સાત દિવસ તું બરાબર આત્મક કલ્યાણ થાય તેવા કાર્યો શરૂ કરી દે વાત સાંભળતા જ શિષ્યના પગ તળેથી જમીન સરકી ગઈ આંખે અંધારા આવી ગયા મોત નજર સામે દેખાવા લાગી ગુરુના વચન પર વિશ્વાસ ન કરવાનો તો પ્રશ્ન જ ન હતો. શું કરવું તે સમજાતું ન હતું કેમકે મન પર ભયનો કબજો હતો પાંચ દિવસમાં તો તેનું શરીર સુકાઈ ગયું છઠ્ઠા દિવસે તો પથારીવશ થઈ ગયો ગુરુ સામેથી તેના ખબર અંતર પૂછવા તેની પાસે ગયા ગુરુને પોતાની પાસે આવેલા જાણીને શિષ્ય પથારીમાંથી બેઠો થઈ ગયો ગુરુએ પૂછ્યું તારી તબિયત કેમ છે શિષ્યએ હાથ જોડીને કહ્યું ગુરુદેવ મરણ પથારીએ પડેલા માણસની તબિયત કેવી હોય આજે જિંદગીનો છેલ્લો દિવસ છે

હવે તો મોત આવે એટલી વાર છે ગુરુએ શિષ્યને પૂછ્યું આ છ દિવસ દરમિયાન તને કોઈ પાપ કરવાનો વિચાર આવ્યો છે ? કોઈની પ્રગતિની ઈર્ષા થઈ છે ? કોઈ જીવ પ્રત્યે ધ્વેશ દુર્ભાવ થયો છે ? બીજાના દોષોના ગાણા ગયા છે ? પેલો શિષ્ય કહે છે અરે ગુરુદેવ આપ કેવી વાત કરો છો? મોત સામે નાચતું હોય ત્યારે કોઈને પાપ કરવાનો વિચાર આવે ? મોતની બીક થી આ છ દિવસ મને પરમાત્મા સિવાય બીજું કંઈ યાદ જ નથી. સતત મારા સ્મરણમાં ભગવાન હતા ગુરુએ હસતા હસતા શિષ્યને કહ્યું મને માફ કરજે મેં તો માત્ર સમજાવવા તને કહ્યું હતું કે તારું મૃત્યુ સાત દિવસમાં થવાનું છે મારે તને અનુભવ કરાવવો હતો કે જો મોત નજર સામે દેખાતું હોય તો મનમાં પાપ કરવાના વિચારો જ ન આવે.

હું મારી આ જીવનની યાત્રામાં મૃત્યુને સદાય મારી નજર સમક્ષ રાખું છું એટલે હું પાપ વિનાનું પવિત્ર જીવન જીવી શકું છું તારા સવાલનો જવાબ હવે તને મળી ગયો હશે આપણે જીવનમાં અનેક પ્રવૃત્તિ કરતા હોઈશું તે સમયે કેન્દ્રસ્થાનમાં મારે શરીર પરિવાર સંપત્તિ ઘર વગેરે તમામ છોડીને વિદાય લેવી જ પડશે. આ વિચાર આવી જાય તો આપણા તમામ કાર્યો યશસ્વી બન્યા વિના ન રહે.

અન્ય સમાચારો પણ છે...