આહવાન ફાઉન્ડેશનનું સરાહનીય કાર્ય:હિંમતનગરમાં બાળકોને દિવાળીએ વસ્ત્રો, મીઠાઈ અને ફટાકડા આપ્યા; બાળકો ભેટ સ્વિકારી રાજીના રેડ થયાં

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા

દીવાળી પર્વના કાળી ચૌદસના પાવન દિવસે હિંમતનગરમાં વિવિધ સ્લમ વિસ્તારમાં બાળકોને વસ્ત્રો અને ફટાકડા સાથે પરિવારજનોને મીઠાઈ અને ફરસાણ આપ્યું હતું. આહવાન ફાઉન્ડેશન હેઠળ જિલ્લાભરમાંથી દાતાઓ દ્વારા આપેલું દાન એકઠું કરી આપવામાં આવ્યું હતું.

સાબરકાંઠા આહવાન ફાઉન્ડેશન હેઠળ સતત 9માં વર્ષે બાળકોને વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું. તો પરફેક્ટ સ્કૂલના તમામ શિક્ષકઓ, વાલીઓ તદુપરાંત હિંમતનગર , પ્રાંતિજ, તલોદમાંથી તમામ દાતાઓ દ્વારા આપવામાં આવેલા વસ્ત્રદાન એંકઠા કર્યા બાદ રવિવારે હિંમતનગરના હાથમતી કેનાલ પાસેના અને માચીસ ફેક્ટરીના સ્લમ વિસ્તારમાં 200 બાળકોને ઘરે ઘરે પહોંચી નવા વસ્ત્રો અને ફટકડા આપ્યા હતા. સાથે ફરસાણ અને મીઠાઈઓ પણ આપવામાં આવી હતી.

તો દિવાળીમાં વસ્ત્રો દાન કર્યા બાદ વસ્ત્ર પ્રાપ્ત કર્યા બાદ બાળકોના ચહેરા પર આવેલા સ્મિત જોઈ ખૂબ આનંદ થયો હતો. સર્વે બાળકો અને એમના પરિવારના સભ્યોને દિવાળી અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. આમ આ વિતરણ વ્યવસ્થામાં પ્રમુખ હિતેશ પટેલ, જનકભાઈ, રાધેય, ઋષિ, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા બંધુઓ, શ્રી ગણેશ યુવક સેવા મંડળના પ્રમુખ બ્રિજેશ પટેલ, મંત્રી નીતિન પરમાર, કિશન, દક્ષ વગેરે સાથે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...