સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને ક્લેક્ટર હિતેષ કોયાના માર્ગદર્શન હેઠળ પી.ડબલ્યુ.ડી નોડલ ઓફિસર અને નાયબ નિયામક (વિ.જા) સાબરકાંઠા તેમજ સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (સ્વીપ) નોડલ ઓફિસરના સયુંક્ત ઉપક્રમે ખેડબ્રહ્મા તાલુકા સેવા સદનના સભાખંડ, ખાતે દિવ્યાંગોને મતદાન પ્રક્રિયાથી માહિતગાર કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો.
દિવ્યાંગજનો આ લોકશાહીના અવસરમાં ઉત્સાહ અને ઉમંગથી સહભાગી બને તથા મતદાન પ્રક્રિયાથી માહિતગાર કરવાના ઉદ્દેશ્યથી “દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ” નું આયોજન કરાયું હતું.કાર્યક્રમમાં આસી. નોડલ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સાબરકાંઠા દ્વારા જિલ્લાના તમામ દિવ્યાંગજનો મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે અનુરોધ કરાયો હતો.
પી.ડબલ્યુ.ડી નોડલ ઓફિસર અને નાયબ નિયામક (વિ.જા) સાબરકાંઠા દ્વારા દિવ્યાંગજનોને મતદાનના દિવસે ઉપલબ્ધ થનાર સુવિધાઓ જેવી કે વ્હિલચેરની સુવિધા, મુકબધિર અને અંધ દિવ્યાંગજનો માટે વિશેષ તજજ્ઞની સુવિધા, મતદાનના દિવસે મતદાન મથકે જવા આવવાની સુવિધા વિશે માહિતગાર કરાયા હતા.કાર્યક્રમમાં મામલતદાર વિજયનગર, તેમજ 60 દિવ્યાંગો સહભાગી થયા હતા જેમણે અચુક મતદાન કરવા માટે શપથ લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.