પોસ્ટલ બેલેટથી મતદાન:હિંમતનગરમાં 80થી વધુ ઉંમરના દિવ્યાંગ મતદારો આવતી કાલે મતદાન કરશે; 65 મતદારોને ઘરે ટીમ પહોંચશે

સાબરકાંઠા (હિંમતનગર)15 દિવસ પહેલા

સાબરકાંઠા જીલ્લામાં 4 વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા શરુ થયા બાદ ઉમેદવારોના ઉમેદવારીપત્રો ભરાયા બાદ હવે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે હિંમતનગર વિધાનસભામાં 80થી વધુ ઉમરના અને દિવ્યાંગ 6412 મતદારો પૈકી 65 મતદારો બેલેટ પર ઘરે મતદાન કરવાની ઈચ્છા દર્શાવી છે. ત્યારે આવતી કાલે 3 ટીમો ઘરે ઘરે પહોંચી મતદાન કુટીર ઉભી કરી મતદાન કરાવશે.

65 મતદારો પોતાના ઘરે મતદાન કરશે
હિંમતનગર વિધાનસભા વિસ્તારમાં 80થી વધુ ઉમરના અને દિવ્યાંગ મતદારોની સંખ્યા 6412 છે. જે મતદારોને ત્યાં બીએલઓની ટીમે પહોંચી મતદાન કરવા માટેના વિકલ્પ માટે ફોર્મ ભરાવ્યું હતુ. જેમાં 65 મતદારોએ પોતાના ઘરે બેલેટ પર મતદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે આવતીકાલે આ 65 મતદારો પોતાના ઘરે મતદાન કરશે.

5 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલશે
આ અંગે હિંમતનગર વિધાનસભાના ચૂંટણી અધિકારી અનિલ કે. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, સર્વે બાદ ઈચ્છા વ્યક્ત કરનારા 80થી વધુ ઉમરના અને દિવ્યાંગ 65 મતદારો છે. તો આવતીકાલે સવારે 3 સભ્યોની એક ટીમ એવી 3 ટીમો મતદાન કુટીર, વિડીઓગ્રાફર અને પોલીસ સાથે મતદારોના ઘરે પહોંચશે. જ્યાં તેમના ઘરે મતદાર કુટીર ઉભી કરશે. ત્યારબાદ મતદાર બેલેટ પર મતદાન કરી કવરમાં પેક કરી આપશે. આમ એક ટીમ 20થી વધુ મતદારોના ઘરે જશે. હિંમતનગર સહીત તાલુકાના 22 ગામોમાં 65 મતદારો મતદાન કરશે. આવતીકાલે સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલશે.

80થી વધુની ઉમરના અને દિવ્યાંગ મતદારી બેલેટ પર ઘરે મતદાન
આ અંગે હિંમતનગર વિધાનસભાના મદદનીશ ચૂંટણી અધિકારી જય પટેલે જણાવ્યું હતુ. કે 65 મતદારોને ઘરે ટીમ પહોંચશે જેને લઈને તૈયારીને આખરી ઓપ આપી દેવાયો છે. તો હિંમતનગર વિધાનસભામાં હિંમતનગર, હાસલપુર, જામળા, ઢબાલ, કાંકણોલ, ઇલોલ, દેધરોટા, નવલપુર, હાપા, તાજપુરી, રાયગઢ, જવાનગઢ, ગંભીરપુરા, પુનાસણ, આડા હાથરોલ, રાજેન્દ્રનગર, પુરષોત્તમનગર, હાજીપુર, ગઢોડા, હડીયોલ, પુરાલ અને આકોદરામાં 80થી વધુની ઉમરના અને દિવ્યાંગ મતદારી બેલેટ પર ઘરે મતદાન કરશે.

અન્ય સમાચારો પણ છે...