જાગૃતિ ફેલાવવાની પહેલ:હિંમતનગરમાં જીલ્લા કક્ષાનો મતદાન સાક્ષરતા માટેનો કલેક્ટરની અધ્યક્ષતામાં વર્કશોપ યોજાયો

સાબરકાંઠા (હિંમતનગર)9 દિવસ પહેલા

સાબરકાંઠા જીલ્લાના હિમતનગરમાં ડૉ નલીનકાન્ત ગાંધી ટાઉનહોલ ખાતે શનિવારે જીલ્લા શિક્ષણવિભાગ ધ્વારા જીલ્લા કક્ષાનો મતદાન સાક્ષરતા માટેનો વર્કશોપ અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયો હતો.

ભારત લોકશાહી ધારાવતો દેશ છે. લોકશાહીમાં મતદાનનો અધિકાર મળ્યો છે.તેનો ઉપયોગ કરી દેશના વિકાસમાં ભાગીદાર બનવું જોઇએ.નવા મતદારો માટે આ એક ઉત્સાહનો વિષય છે. ત્યારે દરેક નાગરિકે યોગ્ય રીતે મતદાન કરી લોકશાહીમાં ભાગીદાર થવું જોઈએ.વધુમાં તેમણે અધિક કલેકટર કે.પી.પાટીદારે જણાવ્યું કે બી.એલ.ઓ દ્વારા ઘરે ઘરે જઈને મતદાર યાદીને લગતા કામો પુરા કરવામાં આવે છે. જે ખુબ મહત્વની કામગીરી છે.મતદાન એ મહાદાન છે. આથી વર્કશોપમાંથી મળેલ માહિતી અન્યને આપી મતદાન અંગે જાગૃતી ફેલાવવા માટે અનુરોધ કર્યો હતો.

આ વર્કશોપમાં જિલ્લા શિક્ષણાધિકારી એસ કે.વ્યાસ દ્વારા મતદાન સાક્ષરતા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.મતદાન સાક્ષરતા માટેના વર્કશોપમાં મતદાન જાગૃતિ માટેની ટૂંકી ફિલ્મો બતાવવામાં આવી હતી.તેમજ ૧લી ઓગસ્ટથી યોજાનારા મતદાર યાદીમાં સુધારણા કાર્યક્રમનો નાગરિકોને લાભ જણાવાયુ હતુ.જિલ્લાકક્ષાના આ વર્કશોપમાં જિલ્લા શિક્ષણ કચેરીના નિરીક્ષક તરૂણાબેન દેસાઇ,તાલુકા કેળવણી નિરીક્ષકો, BRC ઓ, જિલ્લાની તમામ હાઇસ્કુલના સ્પીપા કાર્યક્રમ સંભાળતા નોડેલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...