વિરોધ:મોંઘવારી મામલે હિંમતનગરમાં જિલ્લા કોંગ્રેસનું હલ્લાબોલ, 30 કાર્યકરો ડિટેન

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેસ સહિતની ચીજ વસ્તુઓમાં ભાવ વધારો થતાં વિરોધ પ્રદર્શન કર્યુ

હિંમતનગરમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓથી માંડી રાંધણ ગેસ ઈંધણ વગેરેમાં અસહ્ય મોંઘવારીને લઈને જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી રેલી કાઢી પક્ષના મહિલા પુરુષ કાર્યકરો સહિત મોટી સંખ્યામાં ટાવર ચોકમાં ઉમટેલ કોંગીજનો દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરાયું હતું નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા આયોજિત પ્રથમ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા અને પોલીસે 30થી વધુ કાર્યકરોને ડીટેઇન કર્યા હતા.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ પટેલે જણાવ્યું કે રાજ્ય અને દેશમાં વધતી જતી મોંઘવારીને લઈ સ્થાનિકોએ પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે અને સરકાર હજુ પણ મોંઘવારી પર અંકુશ લાવી શકી નથી. કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ દ્વારા ગેસ અને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ના ભાવ વધારા સામે સરકારની નિતિઓનો વિરોધ દર્શાવાયો હતો. સાબરકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન દવે ,તાલુકા મહિલા પ્રમુખ બિંદુબા રહેવર ,શહેર મહિલા પ્રમુખ જાયદાબેન પ્રદેશ મહિલા મંત્રી કમળાબેન પરમારની ઉપસ્થિતિમાં યોજાયેલ વિરોધ પ્રદર્શન નિમિષાબેન પટેલ, લીલાબેન સહિત હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...