• Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • Distribution Of 1000 Tricolors In Himmatnagar And 5000 Thousand Tricolors In The District, 'Har Ghar Tiranga' Tricolor Rally Started From Umiya Mataji's Temple

'તિરંગા યાત્રા':હિંમતનગરમાં 1000 તિરંગા અને જીલ્લામાં 5000 હજાર તિરંગાનું વિતરણ, 'હર ઘર તિરંગા' ઉમિયા માતાજીના મંદિરેથી તિરંગા રેલી નીકળી

સાબરકાંઠા (હિંમતનગર)2 મહિનો પહેલા

આઝાદીના અમૃત મહોત્સવને લઈને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા હર ઘર તિરંગાને લઈને રાજ્યમાં 75 હજાર તિરંગા વિતરણ અને પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત 75 હજાર વૃક્ષારોપણનો કરવાના છે. જે અભિયાનનો રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પ્રારંભ કરાયો છે. તો બીજી તરફ દરેક જીલ્લામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાષ્ટ્રધ્વજ દરેક ઘરે લહેરાય તે માટે સાબરકાંઠા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સંગઠનની ત્રણેય પાંખના કાર્યકર્તાઓ દ્વારા રવિવારે હિંમતનગરના મહાવીરનગરમાં ઉમિયા માતાજી મંદિરથી ડીજે પર દેશભક્તિના ગીતો સાથે તિરંગાયાત્રા નીકળી હતી. જે શહેરના માર્ગો પર ફરી મહાવીરનગર ચાર રસ્તે પહોચી હતી. જ્યાં વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

જાહેર જનતાને હિંમતનગરમાં એક હજાર થી વધુ તિરંગાનું વિતરણ કરાયું
હિંમતનગર શહેર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ બ્રિજેશભાઇ પટેલે જણાવ્યું હતુ કે, જીલ્લાના આઠ તાલુકાના સંગઠનો અને મહાવીરનગર ચાર રસ્તે જાહેર જનતાને રૂ.10 ની ટોકનમાં લાકડી સાથે તિરંગાનું વિતારણ કરવામાં આવ્યું હતું. તો જાહેર જનતાને હિંમતનગરમાં એક હજાર થી વધુ તિરંગાનું વિતરણ કરાયું હતું. આ વિતરણ કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની કેન્દ્રીય સંગઠન સમિતિમાંથી યુથ કાઉન્સિલના ચેરમેન વસંતભાઈ ધોળુ, ઉત્તર ઝોન પ્રભારી તથા સાબરકાંઠા જિલ્લા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ચેરમેન મુકેશભાઈ એ પટેલ, કેન્દ્રીય સંગઠન સમિતિ તથા સાબરકાંઠા જિલ્લા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પ્રભારી સભ્ય સંજયભાઈ ડી પટેલ, જિલ્લાના આઠ તાલુકાની સંગઠનની ટીમો હાજર રહેલ હતી જેમને તિરંગાની કીટ આપવામાં આવી હતી. હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ કમલેશભાઈ પટેલ તેમજ હિંમતનગર પાલિકાના પ્રમુખ યતીનબેન મોદી હસ્તે આપવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે...