વાતાવરણમાં ભળ્યો ભક્તિનો રંગ:આવતીકાલથી દશામાંના વ્રત શરૂ, હિંમતનગરના ટાવર ચોકમાં પ્રતિમા લેવા ભક્તોની ભારે ભીડ ઉમટી

સાબરકાંઠા (હિંમતનગર)12 દિવસ પહેલા
  • એક ફૂટથી લઈને સાત ફૂટની દશામાંની પ્રતિમાનું બજારમાં વેચાણ
  • આ વર્ષે ભાવમાં 40 ટકા વધારો થયો

આવતીકાલે ગુરૂવારથી માઁ દશામાંના દસ દિવસના વ્રતનો પ્રારંભ થશે. જેને લઈને આજે બુધવારે હિંમતનગરના ટાવર ચોકમાં પ્રતિમાના લાગેલા મેળામાં વ્રત કરનારા પ્રતિમા લેવા ઉમટી પડ્યા હતા. તો માઁ દશામાંની એકથી સાત ફૂટ સુધીની પ્રતિમાઓ જોવા મળી હતી. તો 150 રૂપિયાથી લઈને સાત હજાર સુધીની કિંમતની પ્રતિમાઓ જોવા મળી હતી. દિવાસોના દિવસથી શરૂ થતા માઁ દશામાના વ્રતની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. ત્યારે હિંમતનગરના ટાવર ચોકમાં પ્રતિમા, પુજાના સામાનની દુકાનો લાગી ગઈ છે. તો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી વ્રત કરનારા ભક્તો પણ માઁ દશામાંની પ્રતિમા લેવા ઉમટી પડ્યા હતા.

આ અંગે દુકાનદાર અને 25 વર્ષથી પ્રતિમાઓનું વેચાણ કરતા વિનુભાઈ પટનીએ જણાવ્યું હતું કે મોંઘવારીને લઈને હવે પ્રતિમા પણ ભાવ વધ્યો છે. 70થી 80ની એક ફૂટની પ્રતિમાના 150 રૂપિયા છે, તો પાંચ ફૂટની પ્રતિમાના ચાર હજાર રૂપિયા છે. હાલમાં અલગ અલગ કલર સાથેની એક ફૂટથી લઈને સાત ફૂટની દશામાંની પ્રતિમાનું બજારમાં વેચાણ થઇ રહ્યું છે, આ વર્ષે ભાવમાં 40 ટકા વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...