ડ્રોનનું તરકટ:તલોદના રાણીપુરામાં રાત્રે 4 થી વધુ ડ્રોન દેખાતાં કુતૂહલ

હિંમતનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
તલોદ તાલુકાના રાણીપુરામાં રાત્રે ચાર થી વધુ ડ્રોન દેખાતા લોકોમાં કુતૂહલ - Divya Bhaskar
તલોદ તાલુકાના રાણીપુરામાં રાત્રે ચાર થી વધુ ડ્રોન દેખાતા લોકોમાં કુતૂહલ
  • ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ હોવા છતાં અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં ડ્રોન ઉડ્યા બાદ હવે સાબરકાંઠા જિલ્લામાં ડ્રોનના આંટાફેરા
  • ડ્રોન દહેગામ બાજુથી આવી રહ્યા છે અને ચક્કર લગાવીને પરત તે દિશામાં જતા જોવા મળ્યા છે
  • ગ્રામજનો , વીડિયો વાયરલ બાદ પણ પોલીસે સંજ્ઞાન ન લીધું

અરવલ્લી જિલ્લાના દક્ષિણ ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે ડ્રોન દેખાયા બાદ ગુરૂવારે રાત્રે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રાણીપુરામાં પણ ચાર થી વધુ ડ્રોનના આંટા ફેરા થતા કુતૂહલ હવે શંકામાં ફેરવાયુ છે. વીડિયો વાયરલ થયો હોવા છતાં તલોદ પોલીસ દ્વારા સંજ્ઞાન પણ લેવાયું નથી. જે કમનસીબ બાબત બની રહી છે.

સાબરકાંઠા જિલ્લામાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ લાદ્યો છે. અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોના આકાશમાં ડ્રોન દેખાયા બાદ ગુરૂવારે રાત્રે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રાણીપુરામાં ચારથી વધુ ડ્રોનના આંટા ફેરા મોબાઇલમાં કેદ થયા બાદ આકાશમાં ઉડતા રહસ્યમયી ડ્રોનનો વીડિયો વાયરલ થતા હવે કુતૂહલની સાથે દહેશત પણ પેદા થઇ છે.

ગ્રામજનોના જણાવ્યાનુસાર ડ્રોન દહેગામ બાજુથી આવી રહ્યા છે અને ગોળ ચક્કર લગાવીને પરત તે દિશામાં જતા જોવા મળ્યા છે કેટલાક ડ્રોન નીચે ઉતરતાં વીડિયોમાં પણ સ્પષ્ટ કેદ ગયા હતા સતત ત્રણેક દિવસથી અરવલ્લી જિલ્લાના દક્ષિણ અને સાબરકાંઠા જિલ્લાના પૂર્વોત્તર વિસ્તારમાં ચાર - ચાર ડ્રોનના આંટા ફેરા થતા આખોયે મામલો ગંભીર બની રહ્યો છે. તેમ છતાં ઇન્ચાર્જ પીએસઆઇ બારોટે જણાવ્યું કે કથિત વિસ્તાર હરસોલ બીટમાં આવે છે ! મતલબ સા.કાં. પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો જ નથી.

અન્ય સમાચારો પણ છે...