ફરિયાદ:કડોલી ગામની મહિલાને ત્રાસ આપતાં સાસરિયાં સામે ગુનો

હિંમતનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મકાનની લોન ભરવા 7 લાખ દહેજ માંગી ત્રાસ આપ્યો

હિંમતનગરના કડોલીની મોરબી પરણાવેલ મહિલાને લગ્ન બાદ પતિ, સાસુ અને નણંદ દ્વારા ત્રાસ ગુજારતાં અને પતિએ મકાનની લોન ભરવા 7 લાખ દહેજ માંગી મારતાં મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કડોલીના હેતલબાના લગ્ન 14 વર્ષ અગાઉ મોરબીના મહેન્દ્રસિંહ દિલુભાઇ જાડેજા સાથે થયા હતા અને તેમને લગ્નજીવન દરમિયાન બે બાળકો પણ છે.

લગ્નબાદ સાસરીમાં સંયુક્ત કુટુંબમાં પતિ, સાસુ વિલાશબા જાડેજા અને નણંદ સોનલબા સાથે રહેતા હતા. દરમિયાન સાસુ, નણંદ સોનલબા સહિત સાસરિયા ઝઘડા કરતા.તેમજ પતિએ મકાનની લોન ભરવા રૂ.7 લાખ તારા બાપના ઘેરથી લઇ કહી પૈસાના લાવવા હોય તો ઘેરથી નીકળી જા કહ્યુ હતુ. ત્યારબાદ તા.09-09-21 ના રોજ પતિએ ઝઘડો કર્યો હતો અને પરપુરૂષ સાથે આડા સંબંધ છે કહી મારઝૂડ કરતાં હેતલબાએ હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરિયા સામે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...