ફરિયાદ નોંધાઇ:કોમી વૈમનસ્ય ફેલાય તેવા શબ્દો લખતાં શખ્સ સામે ગુનો

હિંમતનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયા યુઝર્સ સામે ફરિયાદ નોંધાઇ

સોશિયલ મીડિયામાં એક ન્યૂઝ પોર્ટલના ફેસબુક પેજ પર કોમી વૈમનસ્ય ફેલાય તેવા શબ્દો લખી મુસ્લિમ સમુદાયના લોકો સાથે વાદવિવાદ કરનારા શખ્સ વિરુદ્ધ ઇલોલના લઘુમતી સમુદાયના 63 વર્ષીય શખ્સે રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિવેક પટેલ નામના ફેસબુક યુઝર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વિવેક પટેલ નામના ફેસબુક યુઝરે ખાનગી પોર્ટલના ફેસબુક પેજ પરની પોસ્ટ ઉપર મુસ્લિમ ધર્મના લોકો વિરુદ્ધ અભદ્ર અશોભનીય અપમાનજનક કોમેન્ટ કરતાં મુસ્લિમ સમુદાયના લોકોએ વળતા જવાબ આપ્યા હતા વિવેક પટેલ નામના આઈડી થી થયેલ વાદ-વિવાદમાં સમગ્ર મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ હોવા અંગે ઇલોલના અશરફ યુસુફભાઈ દાંતરોલીયાએ ફરિયાદ નોંધાવતા રૂરલ પી.એસ.આઇ કે કે રાઠોડે વિવેક પટેલ નામના ફેસબુક આઇડી ધારણ કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...