ચોરી કાંડનો પર્દાફાશ:પિતરાઇ ભાઇ-ભત્રીજાએ ધાબા ઉપરથી ઉતરી ચોરી કરી હતી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેતાપુરા ચોરીમાં 75 લાખનો મુદ્દામાલ રિકવર
  • રોકડ, દાગીના પોતાના ઘરમાં સંતાડી રાખ્યા હતા

હિંમતનગર શહેરના મહેતાપુરામાં પાંચેક દિવસ અગાઉ જ્વેલર્સના મકાનમાં થયેલ મસમોટી ચોરી પ્રકરણ પોલીસે ખૂબ જ ટૂંકાગાળામાં ચોરીને અંજામ આપનાર પિતરાઇ ભાઇ-ભત્રીજા એટલે કે બાજુમાં જ રહેતા પિતા-પુત્રને ઝડપી લઇ રૂ.75 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. પુત્ર ભાગી પડ્યા બાદ ઘરફોડ ચોરીની પરતો ખૂલતી ગઇ હતી અને ચોરી કાંડનો પર્દાફાશ થયો હતો.

મનીષભાઇની બાજુમાં રહેતા પિતરાઇ ભાઇ ભરતભાઇ માંગીલાલ રાજમલજી સોની અને તેમના પુત્ર ભાવેશકુમાર આખો પરીવાર જાનમાં ગયેલ હોઇ તા.11/05/22 ના રોજ સવારે મનીષભાઇના ઘરના ધાબા પર ગયા હતા અને ઘરની ઉપર હવા ઉજાસ માટે લગાવેલ જાળી કટરથી કાપીને ભરતભાઇ દોરડાથી નીચે ઉતર્યા હતા અને નીચેના માળે તિજોરીમાં મૂકેલ સોનાના દાગીના કુલ વજન 523.5 ગ્રામ, ચાંદીના દાગીના કુલ વજન 31.950 કિ.ગ્રામ અને રોકડ મળી કુલ રૂ.75.67 લાખની મત્તાના ત્રણ થેલા બનાવી પુત્રએ વારાફરતી દોરડાથી ઉપર ખેંચ્યા હતા અને ઘરમાં મૂકી આવ્યો હતો ભરતભાઇ ધાબા પર આવ્યા હતા અને તેમના ઘરમાં જઇ રૂમના પીઓપીના કોર્નરની લાઇટ ખોલી બધો મુદ્દામાલ પીઓપીમાં સંતાડી દીધો હતો. બંનેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા બાદ ઘટનાને રીકન્સ્ટ્રક્ટ કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...