કોરોનાનો ખોફ:રાજસ્થાનથી આવેલી મહિલા અને ઇંગ્લેન્ડથી આવેલ આધેડને કોરોના

હિંમતનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાબરકાંઠામાં આયાતી કોરોનાનો ખોફ : પ્રથમ વેવ પણ આમ જ થયું હતું

સાબરકાંઠા જિલ્લામાં એક સપ્તાહ અગાઉ ઇડર તાલુકામાં બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ હિંમતનગર શહેર અને તાલુકામાં બહારથી આવેલ બે વ્યક્તિઓના કોરોના પોઝિટિવ કેસ આવતા અઢી મહિનાના અંતરાલ બાદ ફરીથી કોરોના કેસ નોંધાવાનુ શરૂ થયુ છે. પ્રથમ વેવની શરૂઆત પણ જિલ્લા બહારના પ્રવાસી નાગરીકોથી થઇ હતી.

ઇડર તાલુકાના ઉમેદપુરામાં સુથારી કામ કરતા બે વ્યક્તિઓ કોરોના સંક્રમિત થયા બાદ એક સપ્તાહને અંતે કોરોના મુક્ત જાહેર કરાયા છે. આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર હિંમતનગર તાલુકાના દાવડમાં ઉદેપુર જિલ્લામાંથી ગત સપ્તાહના અંતે આવેલ 37 વર્ષીય મહિલાને શરદી તાવની સમસ્યા થતા દાવડ સીએચસીમાં સારવાર અર્થે જતા રાજસ્થાનનની ટ્રાવેલ હીસ્ટ્રી અને શંકાસ્પદ લક્ષણો જણાતા શનિવારે કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયુ હતુ બીજા કિસ્સામાં હિંમતનગર શહેરના મહાવીરનગરમાં ઇગ્લેન્ડથી આવેલ 52 વર્ષીય આધેડને શરદી તાવની સમસ્યા થતા તેનુ પણ હિંમતનગર અર્બન સેન્ટરમાં સેમ્પલ લેવાયું હતું.

આરોગ્ય વિભાગના એપેડેમિક ઓફિસર ર્ડા. પ્રવીણ ડામોરે કોરોનાની વિગત આપતા જણાવ્યુ હતું કે બંનેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આઇસોલેટ કરાયા છે અને તેમના સંપર્કમાં આવેલ તમામ વ્યક્તિઓ સર્વેલન્સ હેઠળ છે. તેમણે ઉમેર્યું કે યુકે થી આવેલ વ્યક્તિનુ સેમ્પલ જીનોમ સીકવન્સીંગ માટે મોકલી અપાયુ છે.

અન્ય સમાચારો પણ છે...