રાજ્યમાં આંદોલન બનશે ઉગ્ર:હિંમતનગરમાં મધ્યાહન ભોજનના કમર્ચારીઓની સહમતી બેઠક યોજાઈ; વેતનમાં વધારો કરવાની માગ સાથે બેઠક મળી

સાબરકાંઠા (હિંમતનગર)22 દિવસ પહેલા

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં શુક્રવારે વેતન વધારાની માંગણીને લઈને ઉત્તરઝોનના મધ્યાહન ભોજન યોજનનાના સંચાલકો, પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યના મધ્યાહન ભોજન યોજનાના કર્મચારી મંડળના પ્રતિનિધિ રમેશ કામલીયા હાજર રહ્યા હતા. વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે. ત્યારે હવે એક પછી એક સંગઠનો પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. અને રેલી અને વિવિધ કાર્યક્રમો કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અને પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર આપી માંગણીઓ કરી રહ્યા છે. દિન પ્રતિદિન મોઘવારી વધી રહી છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારને હાલાકી ભોગવવી પડી રહી છે. જેના કારણે અનેક કર્મચારીઓ હળતાલ યોજી રહ્યા છે. ત્યારે હિંમતનગરના હરસિદ્ધિ માતાજીના મંદિરમાં ઉત્તરઝોનના અગ્રણીઓ અને સંચાલકોની બેઠક મળી હતી. છેલ્લા પાંચ વર્ષથી પડતર પ્રશ્નને લઈને મધ્યાહન ભોજનના કર્મચારીઓ નજીવા વેતને નોકરી કરી રહ્યા છે. પરંતુ તેમની કોઈ માંગણી જ સ્વીકારાતી નથી.

હાલમાં રાજ્ય સરકાર દ્વારા મધ્યાહન ભોજનના કર્મચારીઓને 2016થી કોઈપણ પ્રકારનો વેતન વધારો કરવામાં આવ્યો નથી. અને મોંઘવારીમાં પોસાય તેમ નથી. જેને લઇને મધ્યાહન ભોજનના કર્મચારીઓએ એકત્રિત થઈને વેતન વધારાની માગ કરી હતી. આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થનારી છે. ત્યારે મધ્યાહન ભોજનના કર્મચારીઓ તેમની પડતર પ્રશ્નો અને વેતન વધારો કરવામાં આવે તેવી રાજ્ય સરકાર સાથે રજૂઆત કરી હતી. આચારસંહિતા પહેલા વેતનમાં વધારો કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. જો માગ નહીં સ્વીકારાય તો ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનમાં રેલી અને પ્રતિક ઉપવાસ પણ કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ બેઠકમાં ગુજરાત મધ્યાહન ભોજન કર્મચારી પ્રતિનિધિ મંડળ દ્વારા પ્રદેશ પ્રતિનિધિ રમેશભાઈ કામલિયા, બનાસકાંઠાના પથુભાઈ આર. વણોલ, સાબરકાંઠાના મીનાબેન શેખાવત, પાટણના માયાબેન ગઢવી હાજર રહ્યા હતા. તો હિંમતનગર મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળના અધ્યક્ષ સ્થળે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સંચાલક મંદાબેન સોનીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...