સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પૈકી ત્રણ બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરી દીધા બાદ પ્રાંતિજ બેઠક માટે કોકડું ગૂંચવાયું હતું અને ઘણા મંથન બાદ છેલ્લે ઘડીએ પ્રાંતિજ તાલુકાના બોરીયા સીતવાડા ગામના બહેચરસિંહ હરિસિંહ રાઠોડના નામની છેલ્લી ઘડીએ તા.16 નવેમ્બરે સાંજે કોંગ્રેસે જાહેરાત કરી હતી.
ભાજપે તલોદ તાલુકામાં ટિકિટ ફાળવ્યા બાદ પ્રાંતિજ તાલુકાના ઠાકોર ક્ષત્રિય સમાજને અંકે કરવાના આશયથી બહેચરસિંહ હરીસિંહ રાઠોડની કોંગ્રેસે પસંદગી કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે બહેચરસિંહ રાઠોડ પ્રાંતિજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને કોંગ્રેસના પ્રાંતિજ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના નિકટના હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે જે વર્તમાનમાં ભાજપમાં જોડાઈ ગયા છે ભાજપ અને કોંગ્રેસે પ્રાતીજ અને તલોદ તાલુકામાં ટિકિટની ફાળવણી કરતા હવે બંને તાલુકાના ઠાકોર ક્ષત્રિય સમાજ વચ્ચે ચૂંટણી જંગ જામશે તેવું માનવામાં આવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.