ઇડર ભિલોડા હાઇવે પર લાલપુર પાસે ભિલોડા બાજુથી આવી રહેલ એસેન્ટ ગાડી નંબર GJ 01HM 9110ના ચાલકે ગફલતભરી રીતે ગાડી હંકારી લાવી સામેથી આવતી ક્રેટા ગાડી નં GJ0 1RV6621 જોરદાર ટક્કર મારતાં ક્રેટા ગાડી ચોકડીમાં ઉતરી પડી હતી. કોંગ્રેસના ડેલિગેટ અનિલભાઈ પંડ્યા પરિવાર સાથે હોળી પ્રસંગે વસાઈ ગામે જઈ રહ્યા હતા. ક્રેટા ગાડીની એરબેગ ખૂલી જતાં પરિવારનો આબાદ બચાવ થવા પામ્યો હતો.
સ્થળ પરના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એસેન્ટ ગાડીમાં સવાર ત્રણ વ્યક્તિઓ દારૂના નશામાં ચકચૂર બની ગાડી હંકારી રહ્યા હતા. જેમના દ્વારા અગાઉ પણ ત્રણ ચાર ગાડીઓની અડફેટે લેતાં લેતાં રહી ગયા હતા. જેમને સામેથી ગાડી ચલાવી લાવી ક્રેટા ગાડી ને ટક્કર મારી હતી. સ્થળ પર હાજર લોકોએ પોલીસને જાણ કરી બોલાવી હતી .બડોલી ઓ.પી.ના એ.એસ આઈ વિક્રમભાઈ પટેલે દારૂ પીને એસન્ટ ગાડી ચલાવનાર ત્રણેય વ્યક્તિઓને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.