સંપત્તિ:સા.કાં.માં ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારો વધુ પૈસાદાર

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ શ્રીમંત તુષાર ચૌધરી 7.45 કરોડની સંયુક્ત સંપત્તિ ધરાવે છે, પ્રાંતિજ બેઠકના ગજેન્દ્રસિંહ પરમાર સૌથી ઓછી રૂપિયા 65.87 લાખની સંયુક્ત સંપત્તિ ધરાવે છે

સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ ઉમેદવારોએ સોગંદનામુ રજૂ કરી જાહેર કરેલ સ્થાવર જંગમ મિલકતોની રસપ્રદ માહિતી મળી રહી છે. ભાજપના ઉમેદવારો સતત સરકારમાં રહેવા છતાં તેમની સ્થાવર જંગમ મિલકતમાં વધારો થયો નથી. જ્યારે કોંગ્રેસના બંને ઉમેદવારોએ કરોડોની સંપત્તિ જાહેર કરી છે. પાંચ ઉમેદવારો પૈકી ખેડબ્રહ્મા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરી સૌથી વધુ 7.45 કરોડની સંયુક્ત સંપત્તિ ધરાવે છે.

જ્યારે પ્રાંતિજ બેઠકના ગજેન્દ્રસિંહ પરમાર સૌથી ઓછી રૂપિયા 65.87 લાખની સંયુક્ત સંપત્તિ ધરાવે છે. નોંધનીય છે કે તમામ પૈકી ગજેન્દ્રસિંહ પરમાર એકમાત્ર ઉમેદવાર છે જેમને કોઈપણ પ્રકારનું લેણું દેવું લોન જેવી જવાબદારી નથી અને ઇડર બેઠક પર ઉમેદવારી નોંધાવનાર રમણલાલ વોરાની સંપત્તિમાં છેલ્લા પાંચ વર્ષમાં 1.20 કરોડનો વધારો થયો છે.

કમલેશ પટેલે 2017માં પોતાના, પત્ની અને કુટુંબના નામે રોકડ શેર વાહન બેંક ડિપોઝિટ સ્થાવર જંગમ સહિતની કુલ રૂ.4,43,76,610ની સંયુક્ત મિલકત ધરાવતા હતા અને તેમની ઉપર રૂપિયા 53,19,037 ની લોન દેવા જવાબદારી હતી જેમાં બેંકની લોન માત્ર રૂ.5,26,105 હતી બાકીના વ્યક્તિગત હાથ ઉછીના લોન પૈકીની જવાબદારી હતી. વીતેલા 5 વર્ષ દરમિયાન તેમની લોન દેવા જવાબદારીમાં રૂપિયા 27,71,251 નો ઘટાડો થયો છે અને 2022 માં તેમના પત્ની પુત્રના નામે કુલ ર.4,25,60,437 ની સ્થાવર જંગમ મિલકત જાહેર કરી છે મતલબ જેટલી લોન દેવા જવાબદારી ઘટી છે તેટલો જ સ્થાવર જંગમ મિલકત માં ઘટાડો થયો છે

અશ્વિન કોટવાલ વર્ષ 2007 થી સતત ધારાસભ્ય રહી ચૂકેલ ખેડબ્રહ્મા બેઠકના ઉમેદવાર અશ્વિન કોટવાલે પોતાના પત્ની અને પરિવારના નામે કુલ રૂ.1,67,11,821 ની સ્થાવર જંગમ મિલકત જાહેર કરી છે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન તેમની કુલ મિલકતમાં રૂ.15,03,709 નો વધારો થયો છે પત્નીના નામે અગાઉ જાહેર કરેલ ટાવર જંગમ મિલકતમાં કુલ રૂ. 10,41,177 નો વધારો થયો છે બીજી બાજુ લોન દેવા જવાબદારીમાં પણ રૂ.21,42,669 નો ઘટાડો થયો છે તદુપરાંત ચાર તોલા સોનુ અને 500 ગ્રામ ચાંદીનો પણ ઘટાડો થવા સહિત છેલ્લા પાંચ વર્ષમાં એકંદરે રૂપિયા 32.83 લાખની આવક બતાવી છે.

તુષાર ચૌધરી - 7.45 કરોડની સંપત્તિ, દેવું 3 લાખ
તુષાર ચૌધરી સાબરકાંઠાની ચાર વિધાનસભા બેઠકના ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પૈકી ખેડબ્રહ્મા બેઠક પર ચૂંટણી લડી રહેલ તુષાર ચૌધરી સૌથી શ્રીમંત ઉમેદવાર છે તેમણે પોતાના પત્ની અને પરિવારના નામે કુલ રૂપિયા 7,45,98,176 ની સંયુક્ત સ્થાવર જંગમ મિલકત જાહેર કરી છે તેઓ વર્ષ 2009 થી 2014 સુધી કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે તેમની પત્ની પાસે 37.5 તોલા સોનું અને 4.621 કિલોગ્રામ ચાંદી છે નોંધનીય છે કે તેમણે માત્ર રૂ.3 લાખની લોન એ પણ કૃષિ લોન લીધી છે બાકી દેવા પેટે કોઈ જવાબદારી નથી વાહન પણ એક ફોરવીલર અને એક ટુ-વ્હીલર ધરાવે છે

રમણલાલ વોરા - 5 વર્ષમાં રૂ.1.20 કરોડનો વધારો
રમણલાલ વોરા ઈડર બેઠક ઉપર 1995 થી 5 વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે અને 2017 માં દસાડાથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમણે બેંક ડિપોઝિટ શેર સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂ.1,17,83,801 ની સ્થાવર જંગમ મિલકતો જાહેર કરી હતી પાંચ વર્ષ દરમિયાન તેમાં વધારો થતાં ચાલુ વર્ષે કુલ રૂ.2,27,07,295 ની સ્થાવર જંગમ મિલકત જાહેર કરી છે. જેમાં 24,30,332ની લોન હોવાનું દર્શાવ્યું છે છેલ્લા પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં એકંદર રૂપિયા 1.20 કરોડનો વધારો થયો છે.

ગજેન્દ્રસિંહ પરમાર - એક રૂપિયાનું પણ દેવું નથી
પ્રાંતિજ બેઠક પરના ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારની સ્થાવર જંગમ મિલકતમાં છેલ્લા પાંચ વર્ષમાં નોંધપાત્ર ફેરફાર થયો નથી સોના ચાંદી સ્થાવર જંગમ મિલકતમાં થયેલ ભાવ વધારાની અસર એમણે જાહેર કરેલ વિગતોમાં જોવા મળી રહી છે વર્ષ 2017 માં સોનુ ચાંદી બેન્ક બેલેન્સ એફડી કુલ રૂપિયા 16,10,234 નું હતું તેમાં વધારો થઈને અત્યારે 27,28,932 થયું છે જ્યારે તેમની પત્ની પાસે રૂપિયા 13.49 લાખના સોના ચાંદીના દાગીના હતા તેની કિંમત અત્યારે વધીને 20.38 લાખ થઈ છે વર્ષ 2017 માં કુલ રૂપિયા 43,84,313 ની સ્થાવર જંગમ મિલકત જાહેર કરી હતી જ્યારે 2022 માં 65,87,141 ને સ્થાવર જંગમ મિલકત જાહેર કરી છે તેમના નામે કોઈ પણ પ્રકારની લોન દેવાની જવાબદારી નથી.

અન્ય સમાચારો પણ છે...