ભાજપે સાબરકાંઠા જિલ્લાની ચારેય બેઠક પર ચૂંટણી લડી રહેલા તેના ઉમેદવારોને 25-25 લાખ રૂપિયા ફંડ આપ્યું છે. તેમણે રજૂ કરેલ હિસાબો જોતાં કાર્યકરોની ખાતીરદારી- ચા પાણી નાસ્તો કરાવવામાં ઉણા ઉતર્યા હોય તેવું જણાઈ રહ્યું છે. જેમાં હિંમતનગર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કમલેશ પટેલે સૌથી વધુ 5 લાખ અને ખેડબ્રહ્મા બેઠકના ભાજપના ઉમેદવારે 4 લાખ ખર્ચ બતાવ્યો છે.
સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બાર ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં ભાજપે ચારેય ઉમેદવારોને રૂપિયા 25-25 લાખ અને કોંગ્રેસે પ્રાંતિજ ખેડબ્રહ્માના બે ઉમેદવારને રૂ. 20-20 લાખ ફંડ આપ્યું છે ઉમેદવારોએ રજૂ કરેલ હિસાબોમાં વાહન ભાડું મંડપ ડીજે સાઉન્ડ સિસ્ટમ સહિતના ખર્ચ દર્શાવાયા છે.
ચૂંટણી આવે એટલે જયાફત ઉડવી સામાન્ય બાબત હોય છે. પરંતુ ભાજપના ઉમેદવારો કાર્યકરોને ચા નાસ્તો કરાવવામાં કરકસર કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. હિંમતનગર ભાજપના ઉમેદવારે તો હજુ સુધી કોઈને ચા પણ પીવડાવી નથી. જ્યારે પ્રાંતિજ ભાજપના ઉમેદવારે 3200 ના પાપડી ગાંઠિયા ખવડાવ્યા છે. ખેડબ્રહ્મા ભાજપના ઉમેદવારે 17,600 ચા પાણી નાસ્તા પાછળ ખર્ચ્યા છે.
જ્યારે ઇડર બેઠકના ઉમેદવારે પાછું વળીને જોયા વગર કાર્યકરો માટે મન મૂકીને રૂ. 59,785 નો ખર્ચ કર્યો છે. આમ આદમી પાર્ટીના ખેડબ્રહ્મા બેઠકના ઉમેદવાર 30,150 ચા નાસ્તો ભોજનના ખર્ચ સાથે બીજા નંબરે છે ખેડબ્રહ્મા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે 28,800 ચા નાસ્તો ભોજનનો ખર્ચ તો પ્રાંતિજ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવારે 15,900 નો ચા નાસ્તા પાછળ ખર્ચ કર્યો છે ભાજપના ઉમેદવારોની સાપેક્ષમાં કોંગ્રેસ આપના ઉમેદવારોએ કાર્યકરોના ચાર નાસ્તા નો ખર્ચ એકંદરે વધુ કર્યાનું જણાવી રહ્યું છે.
સાબરકાંઠાની 4 બેઠકના ત્રણ પક્ષના ઉમેદવારોએ રજૂ કરેલ ખર્ચની વિગત
હિંમતનગર બેઠક
ખેડબ્રહ્મા બેઠક
પ્રાંતિજ બેઠક
ઇડર બેઠક
ઉમેદવારોએ પાપડી, ગાંઠિયા, ભોજન કરાવ્યું, ચા પીવડાવી..
આપના ઉમેદવારે ખર્ચના હિસાબ રજૂ કર્યા નથી
આમ આદમી પાર્ટીના હિંમતનગર બેઠકના ઉમેદવાર નિર્મલસિંહ પરમારે 23 તારીખ સુધી ખર્ચના કોઈ હિસાબ રજૂ કર્યા ન હોય એક્સપેન્ડિચર નોડલ દ્વારા તારીખ 23 નવેમ્બરના રોજ નોટીસ ઈશ્યુ કરી 24 નવેમ્બર સુધીની મહેતલ આપવામાં આવી હતી પરંતુ 25 તારીખ સુધી પણ તેમણે હિસાબો રજૂ ન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભાજપે 25 લાખ અને કોંગ્રેસે 20 લાખ આપ્યા
સાબરકાંઠાની ચાર બેઠક પર ભાજપે 4 ઉમેદવારોને 25-25 લાખ, કોંગ્રેસે પ્રાંતિજ-ખેડબ્રહ્માના બે ઉમેદવારને 20-20 લાખ ફંડ આપ્યું છે.
ખેડબ્રહ્મા ભાજપના ઉમેદવાર માટે 11.41 લાખ ખર્ચ બતાવ્યો...
સાબરકાંઠા જિલ્લામાં ત્રણેય મુખ્ય રાજકીય પક્ષોના 12 ઉમેદવારો પૈકી સૌથી વધુ ખર્ચ અને સૌથી ઓછો ખર્ચ કરનાર બંને ઉમેદવારો કોંગ્રેસ પાર્ટીના છે. જેમાં હિંમતનગર વિધાનસભા બેઠકના કમલેશ પટેલે સૌથી વધુ 5,05,118 નો ખર્ચ કર્યો છે. જ્યારે ઈડર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામભાઈ સોલંકી 37,352 નો ખર્ચ કર્યો હોવા અંગેનો હિસાબ રજૂ કર્યો છે. જ્યારે પાર્ટી ખર્ચ પેટે સૌથી વધુ ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અશ્વિન કોટવાલ માટે 11,41,045 નો ખર્ચ બતાવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.