સમાજિક ટ્રસ્ટ દ્વારા સેવાકિય પ્રવૃતી:હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત પ્રશિક્ષણ કેમ્પ યોજાયો, પુંસરીના અન્નક્ષેત્રમાં દિવ્યાંગોને ટ્રાઇસીકલનું વિતરણ કરાયુ

સાબરકાંઠા (હિંમતનગર)15 દિવસ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત પ્રશિક્ષણ કેમ્પ યોજાયો
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આયોજિત આંતર યુનિવર્સિટી ક્રિકેટ ગર્લ્સ પ્રશિક્ષણ શિબિરની જવાબદારી હિંમતનગર કેળવણી મંડળ હિંમતનગર સંચાલિત એસ.એસ. મહેતા આર્ટ્સ ઍન્ડ એમ.એમ. પટેલ કોમર્સ કોલેજ હિંમતનગરને સોંપવામાં આવી હતી. તારીખ 3 માર્ચથી 7 માર્ચ સુધી SDCA ક્રિકેટના નેશનલ કક્ષાની સુવિધા ધરાવતા હિંમતનગર સ્થિત ગ્રાઉન્ડ પર યુનિવર્સિટીની ગર્લ્સ ટીમને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. કોલેજના શારીરિક શિક્ષણના અધ્યાપક વિશાલ વાળાના માર્ગદર્શન હેઠળ પૂર્વ યુનિવર્સિટી કેપ્ટન ગણપત પ્રજાપતિ સાથે સોહિલ મન્સૂરીએ ખેલાડીઓને કોચિંગ પૂરું પાડ્યું હતું. તો કૉલેજના પ્રિન્સિપાલ ડૉ.ઉત્પલ પટેલે અને હિંમતનગર કેળવણી મંડળના કાર્યકારી અધ્યક્ષ ગોપાલસિંહ રાઠોડે ખેલાડીઓને આંતર યુનિવર્સિટીમાં સાલું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી.

પુંસરીના અન્નક્ષેત્રમાં દિવ્યાંગોને ટ્રાઇસીકલનું વિતરણ કરાયુ
તલોદ તાલુકાના પુંસરી ખાતે સંવેદના ટ્રસ્ટ સંચાલિત અન્નક્ષેત્ર રામ રોટીમાં અમદાવાદ વેપારી પ્રહલાદ રાઠી અને ચેતન મહેશ્વરીએ મુલાકાત લીધી હતી અને રામ રોટીના દરેક લાભાર્થી બહેનોને સાડી તેમજ ભાઇઓને પેન્ટ અને ધોતીનુ વિતરણ કર્યુ હતુ. આ ઉપરાંત અરવલ્લી ફીઝીકલ હેન્ડીકેમ્પ સંસ્થા બુટાલના પ્રમુખ વિનોદ પટેલના સહયોગથી ટ્રાઇસીકલ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે નિલેશ પ્રજાપતિ, અમિત કવિ સહિત અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...