અમદાવાદથી ઉદેપુર નેશનલ હાઈવે નં 8નું ફોરલેનમાંથી સિક્સ લેનમાં રૂપાંતરણનું કામ ચાલી રહ્યું છે, ત્યારે દરમિયાન બ્રીજ અને ફ્લાય ઓવર બ્રીજ પણ બની રહ્યા છે. તો કેટલાક બ્રીજ પણ બની ગયા છે અને તેને શરુ કરવામાં આવ્યા છે. ત્યારે હિમતનગરથી શામળાજી નેશનલ હાઈવે પર આવેલ આગીયોલ નજીક નવીન બનાવેલ બ્રીજનું સમારકામ હાથ ધરાયું છે. બનાવેલ બ્રીજની સિમેન્ટની પ્લેટોમાંથી પાણી અને માટી બહાર નીકળતા બ્રીજમાં તોડફોડ કરવાની શરુ કરી છે, તો બીજી તરફ વાહનની અવર જવર વચ્ચે ચાલતા કામને લઈને અકસ્માત સર્જવાનો ભય છે.
ચાલુ વાહનવ્યવહારે કામગીરી કરાતા અકસ્માત થવાની ભીતિ
તો બ્રિજની કામગીરીમાં પણ શંકા જણાઈ રહી છે. તો આ અંગે અગીયોલ ચાર રસ્તે ગેરેજ ધરાવતા ગોપાલભાઈ ખાંટએ જણાવ્યું હતું કે આ બ્રીજ બનાવેલ છે તેની બંને બાજુની સિમેન્ટની લગાવેલો પ્લેટો એક તરફ નમી પડેલ છે તો વરસાદી પાણી પ્લેટોમાં થઈને બહાર પડે છે સાથેમાટી પણ આવે છે. જેને લઈને સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે અહી આવ્યા હતા, અને આ અંગે સમારકામ કરવા માટે કહેવાયું હતું. જેથી આગીયોલ અને બેરણા બંને તરફના બ્રીજના ગરનાળા પાસેની સિમેન્ટની પ્લેટો પરની આરસીસી પેરાફીટ જેસીબીથી તોડવાની શરુ કરી છે અને હાલમાં પણ તે કામગીરી ચાલુ છે તો બીજી તરફ બંને તરફના રોડ પર વાહનોની અવર જવર ચાલુ છે અને કામગીરી પણ ચાલુ છે તો કોઈ મોટો અકસ્માત સર્જાવાની વકી છે.
બ્રિજની કામગીરી શંકામાં
બ્રિજમાં કરેલ કામ શંકાના દાયરામાં આવી રહ્યું છે. એન્જીનીયર દ્વારા બ્રીજનું નિર્માણ થતું હોય છે, ત્યારે સિમેન્ટની પ્લેટો પણ નમી પડી છે, ત્યારે હવે અગામી દિવસમાં ખબર પડશે કે કામગીરી ગુણવત્તા તો બ્રીજના બંને તરફના રોડ પર પણ ખાડા પડી ગયા છે. તો બાઈક ચાલક તો પસાર થાય તો ધૂળની ડમરીઓ અને નાની કપચીઓ મોઢાના ભાગે વાગે છે. જેને લઈને વાહન ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.