હિંમતનગરના મહેતાપુરામાં માતબર રકમની ચોરી થવાના પ્રકરણમાં રૂ.75.67 લાખની ફરિયાદ નોંધાયા બાદ 94.48 લાખનો મુદ્દામાલ રિકવર થતાં 1 કરોડ થી વધુની ચોરી થયાની ચર્ચાઓને સમર્થન મળી રહ્યું છે.
બીજી નોંધનીય બાબત એ છે કે ફરિયાદમાં રૂ.27.96 લાખ રોકડ અને 47.70 લાખના સોના-ચાંદીના દાગીનાનો ઉલ્લેખ છે તેની સામે 23.41 રોકડા અને 71.07 લાખના સોના-ચાંદીના દાગીના રિકવર કરાયા છે જેનો સીધો મતલબ એ થાય છે ફરિયાદ ઉલ્લેખ કરતાં દોઢ ગણી વધુ સોના-ચાંદીની જણસો આક્ષેપિતના ઘરમાંથી શોધી કાઢી છે.
રિકવર જથ્થામાં કેટલાક જૂના દાગીના પણ પોલીસે રિકવર કરેલ સોના-ચાંદીની જણસોમાં ચાંદીના બિસ્કીટ, ચાંદીના દાગીના,સોનાના દાગીનાનો સમાવેશ થાય છે જેમાં કેટલાક જૂનાસોના- દીના દાગીના પણ હતા. 20 તારીખ સુધીના રિમાન્ડ મળ્યા એલસીબી પીએસઆઇ એન.આર. ઉમટે જણાવ્યું કે ભરતભાઇ માંગીલાલ સોનીની કબૂલાત બાદ મુદ્દામાલ રિકવર કરીતેની સાથે બીજુ કોઇ સામેલ હતુ કે કેમ અને ચોરી કરવા પાછળનો હેતુ વગેરેની માહિતી મેળવવા રિમાન્ડ જરૂરી હોઇ કોર્ટમાં રજૂ કરતા 20 તારીખ સુધીના રિમાન્ડ મળ્યા છે.
આયકર વિભાગને પણ જાણ કરાશે : એસ.પી
સા.કાં. એસપી વિશાલકુમાર વાઘેલાએ આવડી મોટી રોકડ રકમ અને લાખોની સોના-ચાંદીની જણસો રિકવર થવા મામલે જણાવ્યું કે આ મામલે આયકર વિભાગ ને પણ જાણ કરાશે તેમણે ઉમેર્યું કે પરિવારના અન્ય કોઇની સંડોવણી હશે તો તેની પણ તપાસ કરાશે.
પિતરાઇ ભાઇની ચોરીની કબૂલાત, પીઓપીમાં બધુ સંતાડ્યું
પિતરાઈભાઈ ભરતભાઈ માંગીલાલ રાજમલજી સોનીએ કબૂલાત કરી હતી કે મનીષ કુમાર મોહનલાલ સોનીનો પરિવાર જાનમાં જતા સવારે જ તા.10-05-22 ના રોજ સગીર વયના દીકરા પાસે બજારમાંથી દોરડું મંગાવી કોમન ધાબા પર જઈ મનીષકુમારના ધાબામાં હવા ઉજાસ માટે લગાવેલ જાળીના સળિયા કટર વડે કાપી દોરડાથી નીચે ઉતરી સોના-ચાંદી રોકડના પોટલા બનાવી એ જ દોરડાથી દીકરા મારફતે ઉપર ખેંચાવી પોતે પણ ધાબા પર ગયો હતો અને પોતાના ઘરના જુદા જુદા રૂમના સીલીંગમાં પીઓપીમાં બધુ સંતાડી દીધું હતું.
પોલીસે અગાઉ પણ તેના ઘરમાં તપાસ કરી હતી
ઇન્ચાર્જ એલસીબી પી.આઈ સુરેન્દ્રસિંહ જે. ચાવડાએ જણાવ્યું કે ચોરીની મોડસ ઓપરેન્ડી જોતા નજીકના પરિચિતે જ કરી હોવાની શંકાને પગલે મનીષભાઈ ના ઘર ની બાજુમાં જ રહેતા તેમના પિતરાઈ ભાઈ ભરતભાઈના ઘરમાં પણ જે તે સમયે તપાસ કરી હતી પરંતુ કશું શંકાસ્પદ મળ્યું ન હતું. તેમ છતાં આ શખ્સ શંકાના દાયરામાંથી બહાર ન હતો અને તેની હિલચાલ પર સતત નજર રાખ્યા બાદ સફળતા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.