કાશ્મીરમાં હિન્દુઓનું ટાર્ગેટ કિલીંથ થતાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા ઇસ્લામીક આતંકવાદ વિરુદ્વ યુદ્ધ ઘોષિત કરી જેહાદીઓને ફાંસી આપવા અને જેહાદી પેદા કરતા મદરસાઓની તાળાબંધી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યુ હતું. ગુરૂવારે કાશ્મીરમાં રાજસ્થાનના વતની અને બેન્ક મેનેજર તરીકે ફરજ બજાવતા વિજયકુમાર બેનીવાલની બેંકમાં જ જેહાદીઓએ હત્યા કરવા સહિત બિહારના એક શ્રમિકની હત્યા કરી હતી.
એ.એચ.પી.અને બજરંગ દળ દ્વારા આક્રોશ વ્યક્ત કરાયો હતો કે કાશ્મીરી પંડિતો અને હિન્દુઓના નામ પૂછીને જેહાદીઓ હત્યા કરી રહ્યા છે. હિન્દુઓ સુરક્ષિત રહ્યા નથી 12 ઇસ્લામિક કન્ટ્રીની વચ્ચે પોતાના દેશના નાગરિકોને જડબેસલાક સુરક્ષા આપતા ઇઝરાઇલની તર્જ પર ઇસ્લામિક જેહાદીઓ વિરુદ્વ યુદ્ધ ઘોષિત કરવાનો સમય પાકી ગયો છે. જેહાદી પ્રવૃત્તિ ચલાવતા મદ્રેસાઓ-મસ્જિદોને તાળાબંધી કરવી જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.