પંચામૃત વિજયજીનું પ્રવચન:દાન જીવનને શ્રેષ્ઠ બનાવે છે: મુનિશ્રી

હિંમતનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં મુનિ શ્રી જ્ઞાનનોદય વિજયજી, મુનિશ્રી પંચામૃત વિજયજીનું પ્રવચન

સામાન્ય રીતે આપણું જીવન અનેકની સહાયથી ટકેલું છે અનેક વ્યક્તિઓ આપણા માટે બલિદાન આપે છે માતા-પિતા દાદા દાદી ભાઈ ભાભી બહેન પુત્ર મિત્રો શેઠ નોકર કુટુંબ સમાજ ધર્મગુરુ વગેરે સતત સહાયક બનતા જ રહે છે અનેકના સાથ અને સહકારથી જીવતા માણસને તારે બીજાની આશા ન રાખવી એમ કહેવું યોગ્ય છે ? દાન જીવનને શ્રેષ્ઠ બનાવે છે બીજાની સહાયથી આપણું જીવન ટકે એ વાત જુદી અને બીજાની આશા અપેક્ષા ન રાખવી એ વાત તદ્દન જુદી છે 'પારકી આશા સદા નિરાશા યે હે જગજન ભાશા' પારકી આશાથી નિરાશા આવે છે.

આશા બંધન છે પરની અપેક્ષા વધારે તેટલું દુઃખ વધારે પરની અપેક્ષા ઓછી એટલું સુખ વધારે "પરસ્પૃહા મહાદુખમ નિઃસ્પૃહતા મહાસુખમ" સુખ અને દુઃખની આ વ્યાખ્યા છે તે ભગવાન મહાવીરની છે પરંતુ આધુનિક વિજ્ઞાનના પિતામહ અને સાપેક્ષવાદના સ્થાપક આઈન્સ્ટાઈન પણ આ વાતને પુષ્ટિ આપે છે કે ડુ નોટ એક્સપેક્ટ એની થીંગ ફ્રોમ એની બડી મતલબ કોઈની પાસેથી કશાની પણ અપેક્ષા નથી હોતી ત્યારે આપણું સુખ આનંદ સુપરલેટીવ ડિગ્રીએ પહોંચ્યું હોય છે અપેક્ષા એટલે જ આનંદની બાદબાકી સંસારી જીવ દુઃખી છે.

કારણ કે તેને સ્ત્રી મકાન દુકાન ધન સેવા અનેક પ્રકારની અપેક્ષાઓ હોય છે સાધકે ધીરે ધીરે મનની વૃત્તિઓનું નિરીક્ષણ કરતા રહીને બધા જ પ્રકારની અપેક્ષાઓનો ત્યાગ કરવાનો હોય છે કોઈ મારી પ્રશંસા કરે તો સારું કોઈ મારું કામ કરી આપે તો સારું કોઈ મને અનુકૂળ બને તો સારું કોઈ મારા માટે માર્ગ કરી આપે તો સારું કોઈ મને ધન આપે તો સારું આવી હજારો અપેક્ષાઓ આપણા મનના ચોગાનમાં હર હંમેશ કૂદાકૂદ કરતી હોય છે જ્યારે એ પૂર્ણ થતી નથી ત્યારે દુઃખી થવાય છે આ બધી જ અપેક્ષાઓ કોની પૂરી થઈ છે.

અને જો બધી જ અપેક્ષાઓ પૂરી થાય તો આપણે માણસ રહીએ કે શેતાન બની જઈએ બીજાની આશા અપેક્ષા જેમ જેમ છોડતા જઈશું તેમ તેમ સુખ આપણી પાસે વધતું જશે આપણો કોઈ માલિક નથી આપણે સ્વયમ જ આપણા માલિક છીએ બહારની સામગ્રીની અપેક્ષાઓ ઓછી કરવા આંતરિક વૃત્તિઓ પર નિયંત્રણ મેળવવું પડે ક્રોધ માન વાસના લોભ વગેરે વૃત્તિઓ કે જે માણસને સામગ્રીના ગુલામ બનાવે છે જે આંતરિક વૃત્તિનો ગુલામ તે બાહ્ય સામગ્રીનો પણ ગુલામ છે ગુલામીની સાથે દુઃખ સંકળાયેલું છે.

જ્યાં ગુલામી ત્યાં ત્યાં દુઃખ જ્યાં જ્યાં સ્વતંત્રતા ત્યાં ત્યાં સુખ હીરાને કાપવા હીરો કાંટાને કાઢવા કાટો તેમ સંસારના બંધનોથી મુક્ત થવા ભગવાન અને ગુરુ નું બંધન સ્વીકારવું પડે અદ્રશ્ય સાંકળ આપણને સાચા અર્થમાં સ્વતંત્ર બનાવે છે.

અન્ય સમાચારો પણ છે...