ધોધમાર વરસાદ:સાબરકાંઠા જિલ્લામાં 11 ઓગસ્ટ સુધીમાં ઝરમરથી માંડી ભારે વરસાદની સંભાવના

હિંમતનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લીના ધનસુરામાં બુધવારે સાંજના સુમારે ધોધમાર વરસાદ વરસ્યો

દસેક દિવસના અંતરાલ બાદ ફરીથી વરસાદી માહોલ છવાયો છે અને 4 ઓગસ્ટથી 11 ઓગસ્ટ દરમિયાન ઝરમર વરસાદથી માંડી ભારે વરસાદની સંભાવના વ્યક્ત થઈ રહી છે. જેમાં 10-11 ઓગસ્ટ દરમિયાન જિલ્લાના કોઈપણ વિસ્તારમાં ભારે વરસાદ ખાબકી શકે છે.

હવામાન સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અપરએર સર્ક્યુલેશનને કારણે અગામી દસેક દિવસ વાદળોની હાજરી જોવા મળી રહેનાર છે જેને કારણે 4 ઓગસ્ટ થી ઝરમર વરસાદ જોવા મળશે. 10-11 ઓગસ્ટ દરમિયાન કોઇપણ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યોતિષી દેવશંકર ભટ્ટના જણાવ્યાનુસાર નાડી ચક્ર પ્રમાણે સૂર્ય અમૃત નાડીમાં રાહુ પ્રચંડ નાડીમાં આવતા છઠ્ઠી ઓગસ્ટ થી 11 ઓગસ્ટ ઝરમર સહિત ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે .

3 ઓગસ્ટ થી વરસાદનું વાહન મોરનો યોગ સર્જાયો છે 15 થી 21 ઓગસ્ટ દરમિયાન જ્યાં વાદળો ચઢશે ત્યાં વરસાદ પડશે. 27 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદના યોગ બની રહ્યા છે. સપ્ટેમ્બરમાં વરસાદનું જોર ઘટશે.

અન્ય સમાચારો પણ છે...