ચેન પુલિંગ થવાના બનાવોમાં વધારો:હિંમતનગર રેલ્વે સ્ટેશન પર પાંચ દિવસમાં બીજી વાર અસારવા-જયપુર ટ્રેનમાં ચેન પુલિંગ થયું

સાબરકાંઠા (હિંમતનગર)9 દિવસ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં.3 પર અસારવા-જયપુર ટ્રેનમાં મુસાફરે ગુરુવારે પાંચ દિવસમાં બીજી વાર ટ્રેનમાં ચેન પુલિંગ થયું હતું. તો સ્ટેશન પર બે ટ્રેનમાં ત્રીજીવાર ચેન પુલિંગ થયું હતું. RPF દ્વારા ચેન ખેચવાને લઈને પૂછ પરછ હાથ ધરી હતી. તો ટ્રેન લેટ પડતા ચેન પુલિંગ કરનારા સામે સામે RPF એ કાર્યવાહી કરી હતી. હિંમતનગર રેલવે સ્ટેશન પર કોચ પોલની સગવડની તાતી જરૂરિયાત છે.

હિંમતનગર રેલવે સ્ટેશન પર પાંચ દિવસમાં ટ્રેન પુલિંગ કરવાના ત્રણ બનાવો બન્યા હતા. જેમાં એક જ ટ્રેનમાં બે વખત ચેન પુલિંગ કરવાના બનાવો બન્યા છે. આમ મુસાફરોને ટ્રેનમાં બેસવા માટેનો ઓછો સમય ઉપરાંત સ્ટેશન પર આવેલા ચારેય પ્લેટફોર્મ પર કોચ પોલના અભાવને લઈને મુસાફરોને પરેશાની ભોગવવી પડી રહી છે. ત્યારે તાત્કાલિક કોચ પોલની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માગ મુસાફરોએ કરી હતી.

હિંમતનગરના રેલવે સ્ટેશન પર ચાર પ્લેટફોર્મ છે. ત્યારે ગુરુવારે રાત્રે પ્લેટફોર્મ નં.1 પર ઈન્દોરથી અસારવા ટ્રેન આવી હતી અને બે મિનીટનું રોકાણ કાર્ય બાદ હિંમતનગર રેલવે સ્ટેશનથી ઈન્દોર -અસારવા ટ્રેન ઉપડી હતી. દરમિયાન અચાનક એક મુસાફર રહી જતા ચેન ખેચી હતી.જેને લઈને ટ્રેન ઉભી રહી ગઈ હતી. RPFએ મુસાફર સામે કાર્યવાહી કરી હતી.

બીજી તરફ પાંચ દિવસ પહેલા પણ અસારવા-જયપુર ટ્રેનમાં ચેન પુલિંગ રહી ગયેલા મુસાફરોને બેસાડવા માટે કર્યું હતું. જોકે તે સમયે RPF અને GRP તાત્કાલિક દોડી ગઈ હતી અને 10 મિનીટ ટ્રેન લેટ પડતા મુસાફર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તો ગુરુવારે સવારે અસારવાથી ઈન્દોર જતી ટ્રેનમાં પણ ચેન પુલિંગ થયું હતું. સાંજે અસારવા-ઉદેપુર ટ્રેનમાં ચેન પુલિંગ થયું હતું. જેને લઈને સાત મિનીટ ટ્રેન લેટ થઈ જેથી ચેન પુલિંગ કરનાર મુસાફર સામે કાર્યવાહી કરી હતી. એક જ દિવસમાં સવારે અને સાંજે બે અલગ અલગ ટ્રેનમાં ચેન પુલિંગના બનાવો બન્યા હતા.