ખર્ચ નિરીક્ષકોની નિયુક્તિ:કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જિલ્લાની 4 વિધાનસભા બેઠક માટે 2 નિરીક્ષકોની નિયુક્તિ, વિનીત કુમારએ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી

સાબરકાંઠા (હિંમતનગર)20 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ અને હિંમતનગર વિધાનસભા બેઠક પર ખર્ચ નિરીક્ષક વિનિતકુમાર આઈ.આર.એસ. અને ઇડર ખેડબ્રહ્મા બેઠક પર મુનિશ રાજાની ની નિયુક્તિ થઈ છે. ગુરુવારના રોજ કલેક્ટર કચેરી ખાતે ખર્ચના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી દિપેન શાહની ઉપસ્થિતિમાં ખર્ચ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ખર્ચ નિરીક્ષક વિનીત કુમારે હાલના તબક્કે રીટનિંગ ઓફિસરો અને આસિસ્ટન્ટ એક્સપેન્ડિચર ઓફિસર પાસેથી તેમના દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલી કામગીરીની તૈયારી અંગેની માહિતી મેળવી હતી.

ખર્ચના ઓબ્ઝર્વ વિનીતકુમારએ ચૂંટણી પ્રચારના ખર્ચ તેમજ ઉમેદવારના ખાતામાં કેવા પ્રકારનો ખર્ચ ગણી શકાય અને ખર્ચ અંગેનું શું આયોજન અને મોનિટરિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તંત્ર પાસેથી તેની વિગતો મેળવી હતી. ખર્ચ પર ચાંપતી નજર રાખવા માટે તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલી વ્યવસ્થા અંગે વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જાહેરનામું બહાર પડી ગયા પછી ઉમેદવારો અને પક્ષો દ્વારા પ્રચાર પ્રસારની પ્રવૃત્તિઓ ઉપર નજર રાખીને ફ્લાઇંગ સ્કરિપોર્ટિંગ કરવા જણાવ્યું હતું. રેલી, સભા, વિડિયોગ્રાફી દ્રારા કેટલીક ખુરશીઓ, કેટલા વાહનોનો ઉપયોગ તે અંગે ટીમ દ્વારા કોમેન્ટ આપવામાં આવે સાથે સાથે આઇ.ટી. સેલ દ્વારા સોશિયલ મીડિયા પર પણ નજર રાખવા ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

પ્રિન્ટ, ઇલેક્ટ્રોનીક મીડિયામાં આવતા સમાચાર ઉપર પણ નિગરાની રાખવા જણાવ્યું હતું. પેઇડ ન્યુઝનું નિરીક્ષણ કરવાનું છે તે અંગે સંબંધિત વિંગને તે અંગે જાણ કરવાની રહેશે. કોમ્યુનિકેશન ગેપ ન રહી જાય તે જોવા પર ભાર મૂક્યો હતો. જે તે ટીમ સાથે તરત જ સંકલનમાં રહીને નિરાકરણ કરવાનું રહેશે તેમાં સંબંધિત નોડલ અધિકારી ધ્યાન આપે તેમ ઉમેર્યું હતું.

આ બેઠકમાં સ્ટેટીકલ સર્વેલન્સ ટીમ, ફ્લાઇંગ સ્કવોર્ડ ટીમ, વિડીયો સર્વેલન્સ ટીમ, વિડીયો વ્યુઇંગ ટીમ, એકાઉન્ટ ટીમના સભ્યો તથા અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...