કોરોના:સાબરકાંઠામાં સતત બીજા દિવસે 6 અને અરવલ્લીમાં 5 કોરોના કેસ

હિંમતનગર,મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ મહેસાણામાં 29, પાટણમાં 8 અને બ.કાં.માં 4 કેસ
  • હિંમતનગર શહેર અને તાલુકામાં 5 અને 1 કેસ પ્રાંતિજ તાલુકામાં, બાયડ તાલુકામાં 3 અને ભિલોડામાં 2 સંક્રમિત

સાબરકાંઠામાં કોરોનાનો ફરીથી સળવળાટ જોવા મળતાં સતત બીજા દિવસે 6 કેસ નોંધાયા છે. જેમાં હિંમતનગર તાલુકામાં 5 કેસ નોંધાયા છે. અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 17 થઈ છે. અરવલ્લીમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા છે. જેમાં બાયડ તાલુકામાં 3 કેસ અને ભિલોડા તાલુકામાં 2 કેસ નોંધાયા છે.

સાબરકાંઠા એપેડેમીક ઓફિસર ડો. પ્રવીણ ડામોરે જણાવ્યું કે હિંમતનગરના સાચોદરમાં 60 વર્ષીય મહિલા, જૂના બળવંતપુરામાં 34 વર્ષીય મહિલા, ચાંદરણીમાં 28 વર્ષીય પુરુષ, અને હિંમતનગરમાં 63 વર્ષીય પુરુષ તથા 41 વર્ષીય પુરુષ અને પ્રાંતિજના ફતેપુરમાં 30 વર્ષીય પુરુષનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 17 થઈ છે.

તે પૈકી 11 દર્દી હિંમતનગર શહેર અને તાલુકામાં એક્ટિવ છે. બાયડના ભગાજીના મુવાડામાં 60 વર્ષની મહિલા, ઝાંખરીયાના 75 વર્ષના મહિલા અને એ જ ગામના 53 વર્ષીય પુરુષ અને ભિલોડાના રાયસિંગપુરમાં 49 વર્ષીય પુરુષ અને 51 વર્ષીય પુરુષ સંક્રમિત થતાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. દર્દીઓમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના મેડિકલ ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લામાં 8 કોરોનાના કેસ એક્ટિવ હોવાનું નોંધાયું છે.

અન્ય સમાચારો પણ છે...