ચોરી:ઈડરમાં ફોનના રિચાર્જ માટે ગયેલ શખ્સની કારમાંથી બેગની ઉઠાંતરી

હિંમતનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ~5000 રોકડા,એટીએમ કાર્ડ, એક બેંકની કેશ સેફ કસ્ટડીની ચાર ચાવીઓ પણ બેગમાં હતી

ઇડરની મામલતદાર કચેરી નજીક કાર મૂકીને સોમવારે સવારે મોબાઈલનું રિચાર્જ કરવા જતાં કારમાંથી બેગની ઉઠાંતરી કરી ગઠિયા ફરાર થઈ જતાં ઇડર પોલીસે ગુનો નોંધી તપાસ કરી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જીતેન્દ્રભાઈ જીવાભાઇ ડામોર તા.05-09-22 ના રોજ સવારે 8:30 વાગ્યાના સુમારે પોતાની કાર નંબર જીજે-01-એચએફ-1016 લઈ ઇડર મામલતદાર કચેરી નજીક બસ સ્ટેશન તરફ જતા રોડ ઉપર ગાડીને પાર્ક કરી રોડ ક્રોસ કરી સામેની બાજુ આવેલ મોબાઈલ રિચાર્જ ની દુકાને મોબાઈલનું રિચાર્જ કરવા માટે ગયા હતા

રિચાર્જ કરાવી પરત ફરતા ગાડીનો દરવાજો ખુલ્લો જોયો હતો અને ગાડીમાં મૂકેલ બેગ ગાયબ થઈ ગયેલી જોવા મળી હતી બેગમાં બેંક ઓફ બરોડા તથા બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના એટીએમ કાર્ડ, બેંકના અગત્યના ડોક્યુમેન્ટ તથા રોકડા રૂ. 5000 અને વડનગરના શાહપુરની એક બેંક શાખાની કેશ સેફ કસ્ટડીની ચાર ચાવીઓ હતી.

અન્ય સમાચારો પણ છે...