સાબરકાંઠા જિલ્લાના ઇડર ગઢ અને તાલુકામાં ડુંગરો પર દીપડાનો રહેણાંક વિસ્તાર છે. ત્યારે દીપડા દેખાવા અંગે વન વિભાગને જાણ કરવામાં આવતી હોય છે. ત્યારે વન વિભાગ દ્વારા તેને લઈને પેટ્રોલિંગ કરી કાર્યવાહી કરવામાં આવે છે.
ત્યારે ઇડરના ભિલોડા ત્રણ રસ્તા પર આવેલા ડુંગર પર આજે વહેલી સવારે નર માદા દીપડાનું જોડું હોવાનું ડ્રોનમાં કેદ થયું હતું અને દીપડાની મસ્તી કેદ થઇ હતી. ભિલોડા ત્રણ રસ્તે ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું. જેમાં દીપડાના દૃશ્યો પથ્થર પર બેસી મસ્તી કરતા જોવા મળ્યા હતા. આ ડ્રોન વીડિયો વાઈરલ થયો હતો.
આ અંગે ઇડર વન વિભાગના આરએફઓ ગોપાલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ડ્રોન વીડિયોમાં નર અને માદા એમ બે દીપડાનું જોડું દેખાયું છે અને તેના બચ્ચા છે કે નહિ તે દેખાયા નથી, પરંતુ હવે અગામી દિવસમાં આજુ બાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવશે. તેના બચ્ચા છે કે નહિ તે અને ત્યારપછી નિર્ણય લેવાશે, પરંતુ હાલમાં કોઈ બચ્ચા જોવા મળ્યા નથી. તો ઇડર ગઢના ડુંગર પરના દીપડાના દૃશ્યો પ્રથમ વાર જોવા મળ્યા છે અને વન વિભાગે વિસ્તારમાં ડુંગર નજીક દીપડાનું ટોળું હોવાની વાતો કરતા હતા. ત્યારે વન વિભાગે કરેલ ઓબ્જર્વેશનમાં બે દીપડા જોવા મળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.