પ્રચાર જામ્યો:ગામડામાં પ્રચાર જામ્યો, ભાજપના અશ્વિન કોટવાલ પર પ્રશ્નોનો મારો

હિંમતનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજયનગરના જોરાવરમાં સ્થાનિકે ગામમાં વિકાસ માટે ગ્રાન્ટ આપી નથી કહી પ્રશ્નો કર્યા

વિજયનગરના જોરવરમાં પ્રચાર અર્થે ગયેલ અશ્વિન કોટવાલ પર સ્થાનિકે પ્રશ્નોનો મારો ચલાવતા વીડિયો વાયરલ થયો હતો.સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા બેઠકમાં ગામ એક હોય પણ બધા પરિવારો દૂર દૂર રહેતા હોવાથી 20-25 લોકોની જાહેર સભા થઈ શકે છે. જેમાં એકાદ વ્યક્તિના વિરોધનો પણ સામનો કરવો પડી શકે છે.

તાજેતરમાં વિજયનગરના જોરાવર નગરમાં ચૂંટણી પ્રચાર અર્થે નીકળેલ ભાજપના અશ્વિન કોટવાલ ઉપર એક સ્થાનિક દ્વારા રબારી ચારણ ભરવાડને એસ.ટી અનામત કેમ અપાઇ, પાંચ વર્ષ દરમિયાન ગામમાં વિકાસ માટે ગ્રાન્ટ નથી આપી અમારા સ્થાનિક કાર્યક્રમમાં હાજરી આપી નથી રોજગારી ક્યાં છે સહિતના પ્રશ્નોની એકધારી ઝડી વરસાવતા અશ્વિન કોટવાલ વિચલીત થઈ ગયા હોય તેવું જણાયું હતું અને શાંતિથી જવાબો આપવા દરમિયાન તમે સરકારી કર્મચારી છો પર્સનલ લડાઈ નહીં કરવાની તમને જવાબ આપવા બંધાયેલો નથી હું જન સંપર્ક માટે આવ્યો છું ગ્રામજનોને યોગ્ય લાગશે તો મત આપશે મને અહીં આવતો રોકવાનો કોઈને અધિકાર ન હોય તેવું કહેતા હોવાનો વીડિયો પણ વાયરલ કરાયો હતો. સ્થાનિક આગેવાનોએ પણ આનંદ નામના શખ્સને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...