વડાલી તાલુકાના જૂનાચામુ ગામની સીમમાં ખેતરમાં કોઇ શખ્સ રિંગબોરથી સ્ટાટર સુધીનું કેબલ 4 એમ.એમ.નું આશરે 18 મીટર જેટલુ ચોરી કરી લઇ જતા વડાલી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અમરતભાઇ બેચરભાઇ ઠાકરડા (રહે. જૂનાચામુ તા. વડાલી)નો જૂનાચામુ ગામની સીમમાં હિરોતર નામથી ઓળખાતો કૂવો આવેલો છે અને તે ખેતરમાં પાણીનો બોર કરી તેમાં મોટર કેબલ વાયર સાથે ઉતારેલ હતી અને તે મોટરથી ખેતરોમાં પાણી સિંચાઇ કરતા હતા.
તા.09/06/22ના રોજ સાંજે પોણા સાતેક વાગ્યે તેમના ભાઇ રમેશભાઇ બેચરભાઇ ઠાકરડાએ ફોન કરી જાણ કરી હતી કે કૂવા પર મોટર ચાલુ કરવા જતા ચાલુ ન થતા જોવા જતા રીંગબોરથી સ્ટાટર સુધીનુ કેબલ વાયર જોવા મળતુ નથી વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં કેબલ ચોરી કરનાર નરુશભાઇ શેનાભાઇ ઠાકરડાની અટકાયત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.